મુંબઈઃ મુંબઈગરાઓ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર છે પાણીકાપ સંબંધિત. મુંબઈમાં ગુરુવારે અને શુક્રવારે એટલે કે બીજી અને ત્રીજી માર્ચના પાણીપુરવઠા વિષયક સમારકામનું કામ હાથ ધરાવવાનું હોઈ એસ અને એન વોર્ડના અમુક વિસ્તારોમાં પાણીપુરવઠો ખંડિક કરવામાં આવશે. પાલિકાએ નાગરિકોને પાણી સાચવીને વાપરવાની અપીલ કરી છે.
આવતીકાલ અને પરમ દિવસે મુંબઈગરાઓએ પાણી ખૂબ જ સાચવીને ઉપયોગમાં લેવું પડશે કારણે મુંબઈના અમુક વિસ્તારોમાં આ બંને દિવસે પાણીકાપ લાદવામાં આવશે, એવી માહિતી પાલિકા દ્વારા આપવામાં આવી છે. ભાંડુપ, વિક્રોલી, કાંજુરમાર્ગ, પવઈ અને ઘાટકોપર વિસ્તારના પાણી પુરવઠા પર આની અસર જોવા મળશે.
પાલિકા દ્વારા એસ અને એન વોર્ડના અમુક વિસ્તારમાં સમારકામ હાથ ધરવામાં આવશે, તેથી એલબીએસ રોડ, ઘાટકોપર (વેસ્ટ), રમાબાઈ આંબેડકર નગર, શાસ્ત્રી નગર, સુભાષ નગર, આંબેવાડી, સર્વોદય નગર વગેરે વિસ્તારમાં પાણીકાપની અસર જોવા મળશે. આ વિસ્તારના રહેવાસીઓને આ બે દિવસ દરમિયાન પાણીનો સાચવીને ઉપયોગ કરવાની અપીલ પાલિકા દ્વારા કરવામાં આવી છે.