Homeઆમચી મુંબઈચોમાસામાં ટેકરીઓ પરની ઝૂંપડપટ્ટીઓ માટે જોખમ: પાલિકાએ આપી ચેતવણી

ચોમાસામાં ટેકરીઓ પરની ઝૂંપડપટ્ટીઓ માટે જોખમ: પાલિકાએ આપી ચેતવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચોમાસું નજીક હોઈ ફરી એક વખત ડુંગરાળ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીની સમસ્યા પાલિકા પ્રશાસન માટે માથાનો દુખાવો બની ગઈ છે. પૂર્વ ઉપનગરમાં વિક્રોલી અને ભાંડૂપમાં ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. પાલિકાએ ડુંગરો પર આવેલી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ચોમાસા દરમિયાન ભેખડ ધસી પડવાનું જોખમ હોવાથી તેઓને અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત થવાની અપીલ કરી છે.

‘એસ’ વોર્ડમાં આવતા વિક્રોલી (પશ્ચિમ)માં સૂર્યા નગર, પવઈના ઈંદિરાનગર, ગૌતમ નગર, પાસપોલી, જયભીમ નગર તેમ જ ભાંડૂપ (પશ્ચિમ)માં રમાબાઈ આંબેડકર નગર ભાગ ૧ અને ૨, નરદાસ નગર, ગાંવદેવી ટેકડી, ગાવદેવી માર્ગ, ટેંભીપાડા, રાવતે કમ્પાઉન્ડ, ખિંડીપાડા, રામનગર, હનુમાન નગર, હનુમાન ટેકડી, અશોક ટેકડી, ડકલાઈન રોડ, નવજીવન સોસાયટી, તાનાજી વાડી, દર્ગા રોડ, ખદાન વિશ્ર્વશાંતિ સોસાયટી જેવા વિસ્તારો ડુંગર અને ડુંગરના ઢોળાવ પાસે આવેલી છે.

ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન ભેખડ ધસી પડવાનું જોખમ હોય છે. તેમ જ ડુંગર પરથી આવતા વરસાદના પાણીને કારણે નીચે રહેલા નાળાઓ પર પૂર આવવાનું તેમ જ ભારે વરસાદ દરમિયાન ઝૂંપડા તણાઈ જવાની પણ શક્યતા હોય છે. તેથી તકેદારીના પગલારૂપે આ રહેવાસીઓને જાતે જ અન્ય સુરક્ષિત સ્થળે સ્થાંળતર થવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. સ્થળાંતર નહીં કરતા ત્યાં જ રહેનારા રહેવાસીઓ કોઈ પણ નૈસર્ગિક આપત્તિથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય અથવા જાનહાનિ થાય અથવા આર્થિક નુકસાન થાય તો પાલિકા તે માટે જવાબદાર નહીં રહેશે એવી જાહેરાત પણ પાલિકાએ કરી છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧માં ચોમાસા દરમિયાન ચેંબુરમાં વાશીનાકા તેમ જ વિક્રોલી(પશ્ચિમ)માં સૂર્યાનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની મોટી દુર્ઘટના બની હતી. ચેંબુરમાં ૧૯ તો સૂર્યાનગરમાં ઘર પર ભેખડ ધસી પડવાને કારણે ૧૨ના મૃત્યુ થયા હતા. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરમાં ભેખડ ધસી પડવાના જે જોખમી સ્થળ છે તે વિસ્તારમાં સુરક્ષા દીવાલ બાંધવાનું કામ મ્હાડાની ઝૂંપડપટ્ટી સુધાર મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગયા વર્ષે ૨૪૭ ઠેકાણે કામ ચાલુ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો, તેમાંથી ૪૦ ઠેકાણે સુરક્ષા દીવાલ બાંધવાનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. આ કામ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે, તો અન્ય ૧૦૦થી વધુ કામ ચાલી રહ્યા છે. તો ૧૧૯ કામ પ્રગતિ પર છે. આ કામ માટે જિલ્લા અધિકારીની ઓફિસે વર્ષ ૨૦૨૧-૨૨ના આર્થિક વર્ષ માટે જિલ્લા નિયોજન ભંડોળમાંથી મંડળને ૭૨ કરોડ રૂપિયા આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -