Homeઆમચી મુંબઈમહાલક્ષ્મી રેસકોર્સ પર થીમ પાર્કનું સપનું થશે સાકાર?

મહાલક્ષ્મી રેસકોર્સ પર થીમ પાર્કનું સપનું થશે સાકાર?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ પર થીમ પાર્ક ઊભું કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા ફરી એક વખત કામે લાગી ગઈ છે. રેસકોર્સનો ભાડા કરાર પૂરો થયો હોવાથી રેસકોર્સના નૂતનીકરણ અંતર્ગત અહીં થીમ પાર્ક માટે મુંબઈ મહાનગરપાલિકા રાજ્ય સરકારને પત્ર લખવાની હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના લગભગ ચાર હજાર પ્લોટ ભાડા કરાર પર આપ્યા છે. તેમાંથી મોટા ભાગના પ્લોટના કરાર પૂરા થયા બાદ પણ પાલિકાએ આ પ્લોટને પાછા પોતાના કબજામાં લીધા નથી, જેમાં એક મહાલક્ષ્મી રેસકોર્સની જગ્યાનો પણ સમાવેશ થાય છે. મહાલક્ષ્મી રેસકોર્સ મેદાન પર આંતરારાષ્ટ્રીય દરજ્જાનો થીમ પાર્ક ઊભો કરવાની ઠરાવની સૂચના વર્ષો અગાઉ પાલિકામાં લાવવામાં આવી હતી, જેમાં રેસકોર્સનો પ્લોટ પાલિકાના તાબામાં લેવાની સૂચના પણ હતી.
મુંબઈ એ આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર છે. અહીં દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉદ્યાન હોવું આવશ્યક હોવાની હંમેશાંથી માગણી થતી રહી છે. ઘોડાની રેસ માટે વાપરવામાં આવતો આ પ્લોટ મુંબઈ મહાનગરપાલિકાએ તાત્કાલિક તાબામાં લઈને તેના પર આંતરાષ્ટ્રીય સ્તરનો થીમ પાર્ક બનાવવાની માગણી અગાઉ નગરસેવકો કરી ચૂક્યા છે.
મહાલક્ષ્મીનું રેસકોર્સ મેદાન રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ કંપનીને ૯૯ વર્ષની લીઝ પર આપવામાં આવ્યું હતું. આ લીઝ કરાર ૨૦૧૩માં પૂરો થયો બાદ તે સમયના મેયરે રેસકોર્સ પર થીમ પાર્ક ઊભો કરવા માટે પત્ર પણ લખ્યો હતો.
રેસકોર્સ પર ૭૫ ટકા જમીન રાજ્ય સરકારની અને બાકીની પાલિકાની માલિકીની છે. તેથી નૂતનીકરણ અને તેનો ફેરફાર કરવાનો હોય તો રાજ્ય સરકારની મંજૂરી મેળવવી આવશ્યક હોય છે. પાલિકાની સામાન્ય સભામાં આ બાબતનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો હતો, પરંતુ તે સમયે રાજ્ય સરકારે તેના પર કોઈ નિર્ણય ના લેતા પ્રસ્તાવ રખડી પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -