હૈદરાબાદઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આગામી ત્રણ વન-ડે મેચની શ્રેણીમાંથી ભારતીય ટીમને ફટકો પડ્યો છે, જેમાં ઈજાને કારણે મિડલ ઓર્ડરના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર રમી શકશે નહીં.
બીસીસીઆઈએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અય્યરને પીઠની ઈજા થઈ છે, તેથી તે વન-ડે મેચમાં રમી શકશે નહીં. જોકે, અય્યર વધુ મૂલ્યાંકન અને સંચાલન માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં મોકલવામાં આવી રહ્યો છે.
હૈદરાબાદમાં 18 જાન્યુઆરીથી શરૂ થનારી સૌથી પહેલી મેચમાં ઐયરના સ્થાને રજત પાટીદારનું નામ આપવામાં આવ્યું છે. શ્રીલંકા સામે તાજેતરમાં પૂરી થયેલી શ્રેણીની તમામ મેચોમાં ઐય્યર રમ્યો હતો. પંદરમી જાન્યુઆરીએ ત્રિવેન્દ્રમમાં તેની છેલ્લી મેચમાં તેણે 38 રન બનાવ્યા હતા. બીસીસીઆઈ દ્વારા ઈજાની ચોક્કસ પ્રકૃતિ, રિકવરીનો સમય અથવા તેને ક્યારે ઈજા થઈ તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.
માર્ચ ૨૦૨૧માં અય્યરને ફિલ્ડિંગ કરતી વખતે ખભા પર ઈજા થઈ હતી જેના પરિણામે સર્જરી કરાવવાની નોબત આવી હતી. એટલું જ નહીં, તેને છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું, ત્યારથી ક્રિકેટ બોર્ડ પણ તેની ઈજાને લઈ ચિંતિત છે. આવતીકાલે ટીમ ઈન્ડિયામાં આ પ્રમાણે ખેલાડી રમશે, જેમાં કેપ્ટન રોહિત શર્મા રહેશે. રોહિત શર્મા સિવાય શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક.