નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીથી લઈને દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ તૈયારીઓ કરી રહ્યું છે, જ્યારે વિપક્ષો પણ લાઈમલાઈટમાં આવી ગયા છે. દેશમાં ગરમીની સાથે રાજકારણનો પારો ઉંચે જઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એકે એન્ટોનીનો દીકરો અનિલ એન્ટોની આજે ભાજપમાં જોડાયો હતો.
કેરળ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ભૂતપૂર્વ સંયોજક અનિલ એન્ટોની કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, વી. મુરલીધરન, કેરળ ભાજપના પ્રમુખ સુરેન્દ્રની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
2002માં ગુજરાતના રમખાણો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીબીસી ડોક્યુમેન્ટરીના વિવાદ પછી અનિલે જાન્યુઆરીમાં કોંગ્રેસ પક્ષમાંથી એક્ઝિટ લીધી હતી.
અહીં એ પણ જણાવવાનું કે અનિલ એન્ટોનીના પિતા કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન હતા. એના સિવાય તેઓ કેરળના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. એકે એન્ટોનીનું નામ મોટા નેતાઓમાં નામ લેવાય છે. પાર્ટી છોડ્યા પૂર્વે તેઓ કેરળમાં કોંગ્રેસના સોશિયલ મીડિયાના સેલને ચલાવતા હતા. તેમણે પાર્ટી છોડ્યા પહેલા બીબીસી ડોક્યુમેન્ટરીને ભારત વિરુદ્ધ પક્ષપાતપૂર્ણ ગણાવી હતી.
ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે તેમનું સ્વાગત કરતા કહ્યું હતું કે તેઓ પ્રતિભાશાળી વ્યક્તિ છે, જ્યારે મેં તેમની કામગીરી જોઈ હતી ત્યારે હું તેમનાથી પ્રભાવિત થયો હતો. તેમના વિચાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર એક સમાન છે
#WATCH | Congress leader & former Defence minister AK Antony's son, Anil Antony joins BJP in Delhi pic.twitter.com/qJYBe40xuY
— ANI (@ANI) April 6, 2023