Homeઆપણું ગુજરાતભાજપમાં ભડકો: ટિકિટ ના મળતા જુના જોગીઓના સમર્થકો નારાજ

ભાજપમાં ભડકો: ટિકિટ ના મળતા જુના જોગીઓના સમર્થકો નારાજ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવાયા છે. ભાજપ હાઈકમાન્ડે ઘણા જુના જોગીઓની ટીકીટ કાપી છે. જેને લઈને વિરોધના સુર ઉઠી રહ્યા છે.
મહુવા બેઠક પર શિવા ભાઈને ટિકિટ અપાતા ભાજપના કાર્યકરોમાં વિરોધ વ્યાપ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહુવા ભાજપ તાલુકા સંગઠન શહેર સંગઠન મહુવા ભાજપના તમામ ચૂંટાયેલા નગર પાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના 100 જેટલા સભ્યો રાજીનામા આપવા જઈ રહ્યા છે. મહુવાના ગત ટર્મના વિધાનસભ્ય અને રાજ્ય કક્ષાના પ્રધાન રાધવ ભાઈ મકવાણાને ટિકિટ ન મળતાં ભાજપમાં બળવાના સુર ઉઠ્યા છે.
આ ઉપરાંત BJPએ રાજકોટ વિધાનસભા 69 ની બેઠક પર રમેશભાઈ ટીલાળા ને ટિકિટ આપતા આપાગીગા ના ઓટલાના મહંત નરેન્દ્ર ભાઈ સોલંકી ભારતીય જનતા પક્ષથી નારાજ થઈ અને અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે તેવી પૂરી શક્યતા છે. હાલ તેઓ તેમની જ્ઞાતિના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. 69 મત વિસ્તારમાં કડિયા જ્ઞાતિ, બક્ષી પંચના મતદારોનું વર્ચસ્વ રહેલું છે એટલે તેઓ પણ ટિકિટના દાવેદાર હતા.
બરોડામાં વાઘોડિયા ની સીટ પર મધુભાઈ શ્રીવાસ્તવ ને પણ ટિકિટ મળી નથી અને તેઓ પણ અપક્ષ લડવાના મૂડમાં છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -