2024માં દેશમાં લોકસભાની ચૂંટણી થનાર છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા આ ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આરોપ-પ્રત્યારોપના રાજકારણથી દેશનો માહોલ ગરમાયો છે. ત્યારે હવે 2024ના લોકસભા ઇલેક્શનમાં ભાજપને મુસ્લિમ વોટ મળે તે માટેની તૈયારીઓ અને પ્લાનીંગ શરુ થઇ ગયા છે. જે અંતર્ગત ભાજપના મુસ્લિમ નેતાઓ, કેન્દ્રિય પ્રધાન અને રાજ્યપ્રધાન હવે વિવિધ દરગાહની મુલાકાત લેશે અને સૂફિ સંવાદ સાધશે.
પ્રાપ્ત વિગતો અનુસાર 2024ની લોકસભા ચૂંટણીમાં મુસ્લીમ વોટ ભાજપના પક્ષમાં આવે તે માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ભાજપના માઇનોરિટી સેલે મુસ્લિમ મતદારો સુધી પક્ષને પહોંચાડવા સૂફિ સંવાદ મહાઅધિવેશન કરવાની તૈયારી શરુ કરી દીધી છે. આ કાર્યક્રમ આખા દેશમાં કરવામાં આવનાર છે. જે અંતર્ગત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ વિવિધ દરગાહની મુલાકાતે જશે અને ત્યાં કવ્વાલી સાંભળશે. કવ્વાલીના માધ્યમથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો પ્રચાર કરવામાં આવશે.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ સૂફિ દરગાહમાં આવનારા મુસ્લિમ ભાઇઓને કવ્વાલીના માધ્યમથી કહેવામાં આવશે કે ભાજપ સરકાર કોઇ પણ યોજના માટે ભેદભાવ કરતી નથી. મુસ્લિમ સમુદાયને કેવિ રીતે સરકારની યોજનાઓ નો લાભ મળી રહ્યો છે તે અંગે પણ જાણકારી આપવામાં આવશે. આ અભિયાનની શરુઆત ઉત્તર પ્રદેશમાંથી કરવામાં આવી છે. આવો કોઇ પ્રયોગ ભાજપ દ્વારા પહેલીવાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ આ અભિયાન દ્વારા કહેવા માંગે છે કે મુસ્લિમ વોટ પણ તેમની માટે મહત્વના છે.
5 એપ્રિના રોજ કર્નાટકના શાહ રાશીદ અહમદને પધ્મશ્રી પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા જ્યાં તેઓ બોલ્યા કે મેં ક્યારેય વિચાર્યુ નહતું કે ભાજપ સરકાર મને ક્યારેય આ પુરસ્કાર આપશે. મને લાગતું હતું કે યુપીએ સરકારના કાર્યકાળમાં મને આ પુરસ્કાર મળશે. જોકે ત્યારે મને આ પુરસ્કાર મળ્યો નહતો. 2014માં ભાજપની સરકાર આવતાં મેં તો આ પુરસ્કારની આશા જ છોડી દિધી હતી. જોકે તમે મને ખોટો સાબિત કરી દિધો. એમ તેમણે વડા પ્રધાન મોદીને કહ્યું હતું તે અંગેનો વિસ્તૃત અહેવાલ એક વેબ પોર્ટલ પર પ્રસિદ્ધ થયો હતો.
ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશના મદરેસાઓમાં મનકી બાત કાર્યક્રમની ઉર્દૂ પત્રિકાઓ વહેંચવાનો નિર્ણય પણ લેવમાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇસ્લામના વિદ્વાનો વચ્ચે થયેલ ચર્ચાનો ઉર્દૂ અનુવાદ કરી તે પત્રિકાઓ પણ મદરેસામાં વહેંચવામાં આવશે. એટલું જ નહીં પણ ભાજપના ઉત્તર પ્રદેશ અલ્પસંખ્યક મોર્ચાના કુંવર બાસિત અલીએ મન કી બાતના 12 રેડિયો એપીસોડનો ઉર્દૂભાષામાં અનુવાદ કરી તેના પર એક પુસ્તક લખી છે. આ પુસ્તક મુસ્લિમ સમુદાય માટે પ્રકાશિત કરી તેમને વહેંચવામાં આવશે.