Homeઆપણું ગુજરાતરેતી માફિયા સામે ભાજપના સાંસદની ફરી લાલ આંખઃ મોદીને લખ્યો પત્ર

રેતી માફિયા સામે ભાજપના સાંસદની ફરી લાલ આંખઃ મોદીને લખ્યો પત્ર

 

ગુજરાત લોકસભાની ૨૬ બેઠક પર ભાજપના સાંસદો છે. છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન છે. ૨૦૨૨માં યોજેયલી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને ૧૫૬ બેઠક પર વિજય અપાવી ઈતિહાસ સર્જ્યો છે. દરેક નાનાથી મોટા સહકારી કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી પદ પર ભાજપ સમર્થકો જ છે. તેમ છતાં ભાજપના સાંસદે ગુજરાત ભાજપને કે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે વાત ન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. રેતી ખનન કે કોઈપણ જાતનું ગેરકાયદે થતું ખનન રોકવાનું કામ રાજ્ય સરકારનું છે. વળી આવું ખનન કરવું સહેલું નથી. આ ખુલ્લેઆમ થતું હોય છે આથી તંત્રને જાણ નથી તેવો બચાવ પણ શક્ય નથી. ગીરના જંગલોથી માંડી મોટા ભાગના નદી અને સમુદ્રીય તટો પર આ પ્રકારે ખનન કરી પર્યાવરણને જબરું નુકસાન કરવામાં આવી રહ્યું છે. ભાજપના આદિવાસી પટ્ટાના સાંસદ મનસુખ વાસાવા આ મામલે ઘણા સભાન છે અને અગાઉ પણ તેમણે સરકારનું ધ્યાન આ મામલે ખેંચ્યું હતું ત્યારે હવે તેમણે સીધો વડા પ્રધાનને પત્ર લખ્યો છે.

રેતી સહિત કુદરતી ખનીજનું ખનન કરી ગુજરાતની નદીઓને મોટું નુકસાન પહોંચાડનારા માફિયાઓ સામે ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ નિશાન સાધ્યું છે. તેમણે નદીઓના અસ્તિત્વને ભારે નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ કરતો પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે અને આવા તત્ત્વો સામે સખત પગલાં લેવાની અપીલ કરી છે. દુઃખની વાત તો એ છે કે ગુજરતમાં ભાજપનું જ રાજ છે અને ભાજપના સાંસદે ફરિયાદ છેક દિલ્હી ખાતે મોદીને કરવી પડે છે.

સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાનને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, દેશની નદીઓને સ્વચ્છ અથવા પુનઃજીવિત કરવાનું અભિયાન આપણા દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ગંગા અને યમુના નદીઓ આજે પહેલા કરતા વધુ પવિત્ર દેખાય છે. દેશના લોકો આ રાષ્ટ્રવ્યાપી અભિયાનથી ઘણા ખુશ છે, પરંતુ દેશમાં એવી ઘણી નદીઓ છે જેને ગંગા અને યમુના જેવી સુરક્ષાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે આ અંગે એક દિવસ પહેલા જ ભાજપના નેતા ભરત કાનાબારે પણ સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને રેતી માફિયાઓ પર અંકુશ લાદવાની વાત કરી હતી.
સાંસદે ગુજરાતની નદીઓની વાત કરતાં કહ્યું કે, ગુજરાતની નર્મદા, તાપી, મહિસાગર, ઓરસંગ નદીઓમાં રેતી ખનનને કારણે નદીઓના અસ્તિત્વને ભારે નુકસાન થઈ રહ્યું છે.

આ નદીઓમાં 25 થી 30 ફૂટની ઉંડાઈ સુધી રેતી કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી રેતીને વહન કરવા માટે ભારે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. નદીઓમાં પુલ કે રસ્તાઓ બનાવીને આ ટ્રકોને ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવે છે. આ ભારે ટ્રકો અને રેતી કાઢવાની મશીનરીને કારણે નદીઓના બંને કાંઠે લીલીછમ વનસ્પતિઓ અને ઝાડ-છોડને નુકસાન છે. જેના કારણે પ્રશ્ન પાણીના સ્ત્રોત ઉપર આવે છે અને તેના કારણે નદીઓમાં સતત પાણીનો પ્રવાહ રહે છે. આ એક પ્રકારની કુદરતી સંપત્તિ છે જેનો ગેરકાયદેસર ખાણકામ કરતા લોકો દ્વારા નાશ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ત્યાંના એકંદરે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.

ભારત દેશ નદીઓને પવિત્ર માને છે અને આપણી સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો છે. નદીઓની આપણે ત્યાં પૂજા થાય છે. પર્યાવરણને સમતોલ રાખવામાં, પણીનું સ્તર જાળવી રાખવામાં, જમીનને ફળદ્રુપ રાખવામાં, પીવાના પાણીના સ્ત્રોત તરીકે નદીનું મહત્વ ખૂબ જ છે, પરંતુ માણસની લાલચ અને બેજવાબદાર અને ભ્રષ્ટાચારી તંત્રને લીધે માત્ર ગુજરાત નહીં, દેશભરની નદીઓની આવી હાલત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -