ઉર્ફી જાવેદ તેની અસામાન્ય ફેશન સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક ઉર્ફીની ફેશન સેન્સના વખાણ થાય છે તો ક્યારેક કપડાં તેના માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. ઉર્ફીને તેના કપડાને લઈને વારંવાર ટ્રોલ કરવામાં આવે છે, અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. હવે ફરી એકવાર ઉર્ફી તેના બોલ્ડ લુકને કારણે નિશાને આવી છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા ચિત્રા કિશોર વાઘે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને ઉર્ફી જાવેદ પર નિશાન સાધ્યું છે. ચિત્રા વાઘે પોતાની પોસ્ટમાં ઉર્ફી સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે. વીડિયોમાં ઉર્ફી બ્લેક કલરના ડ્રેસમાં નજરે પડી રહી છે. આ સાથે ચિત્રાએ લખ્યું છે કે, ‘અરે મુંબઈમાં શું થઈ રહ્યું છે. શેરીઓમાં જાહેરમાં નગ્નતા દર્શાવતી આ મહિલા માટે મુંબઈ પોલીસ પાસે કોઈ IPC કે CrPC કલમો છે કે નહીં. મહિલાઓ પણ તેનો પ્રચાર કરી રહી છે. ઉર્ફીને બેડી પહેરાવવી જોઈએ.
ઉર્ફી જાવેદે પણ ચિત્રા વાઘના આ ટ્વીટનો જવાબ આપ્યો છે. ઉર્ફીએ લખ્યું છે કે ચિત્રાએ અન્ય જરૂરી મુદ્દાઓ પર અવાજ ઉઠાવવો જોઇએ. ચિત્રાએ ખરેખર જે મહિલાઓને મદદની જરૂર છે તેમના માટે કેમ કંઈ કરવું જોઇએ. મહિલા શિક્ષણ અને બળાત્કારના લાખો કેસ પેન્ડિંગ છે. ચિત્રાએ આ મુદ્દાઓ ઉઠાવવા જોઇઅ.
આજે ચિત્રાએ બીજી ટ્વીટ કરી, જેમાં તેમણે ઉર્ફી પર “મુંબઈની શેરીઓમાં જાહેર નગ્નતામાં લિપ્ત” હોવાનો આરોપ મૂક્યો. આટલું જ નહીં તેણે પોલીસ પાસે ઉર્ફીની ધરપકડ કરવાની પણ માંગ કરી હતી.
मुंबई च्या रस्त्यांवर सार्वजनिक ठिकाणी बिभत्स व किळसवाणे अंगप्रदर्शन करत फिरणाऱ्या #उर्फीजावेद वर तात्काळ कायदेशीर कारवाई करावी यासाठी
मुंबईचे मा.@CPMumbaiPolice तसेच सहआयुक्त कायदा व सुव्यवस्था यांची भेट घेतं मागणी केली @MumbaiPolice @BJP4Maharashtra @BJP4Mumbai pic.twitter.com/M3HHpvTyMB— Chitra Kishor Wagh (@ChitraKWagh) January 1, 2023