Homeટોપ ન્યૂઝBJP કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહી છે, મનીષ સિસોદિયાનો આક્ષેપ

BJP કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહી છે, મનીષ સિસોદિયાનો આક્ષેપ

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ BJP પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડ્યું છે અને તેમાં દિલ્હીના સાંસદ મનોજ તિવારી સામેલ છે. પરંતુ આમ આદમી પાર્ટી (AAP) આવી નીચ રાજનીતિથી ડરતી નથી. આ મામલે મનોજ તિવારી સામે કેસ દાખલ કરશે.
અગાઉ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હીના લોકો ભારતીય જનતા પાર્ટી (BJP) ને યોગ્ય જવાબ આપશે. ભાજપ MCDમાં તેના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન તેની પ્રાથમિક જવાબદારી નિભાવવામાં “નિષ્ફળ” રહી છે.
મનીષ સિસોદિયાના આરોપને લઈને ભાજપે વળતો હુમલો કર્યો છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે, “કેજરીવાલ અને સિસોદિયાના ટ્વીટને જોઈને માત્ર એક જ વાત લાગે છે કે કેજરીવાલ સિસોદિયાને જેલમાં નાખવાના મૂડમાં છે અને સિસોદિયા કેજરીવાલને મારી નાખવાના મૂડમાં છે. એક લખે છે કે તે જેલમાં જશે, તે જેલમાં જશે, બીજો લખે છે કે હત્યા થશે, હત્યા થશે. જો તમે એકબીજાને નફરત કરો છો તો છૂટાછેડા લઈ લો.’
ભાજપના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ AAPના આરોપ પર પલટવાર કરતા કહ્યું કે મને લાગે છે કે મનીષ સિસોદિયા કેજરીવાલજીને મરાવી નાખવા માંગે છે, તેથી જ તેઓ દર બીજા મહિને બીજેપીનું નામ લે છે જેથી તેમના પર શંકા ન જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -