ઉમેદવારોની જાહેરાત બાદ વિવિધ બેઠકો પર ભાજપમાં વિખવાદના સમાચાર મળી રહ્યા છે. ત્યારે વઢવાણ બેઠક પર વિરોધના સૂર ઉઠતા ભાજપે રાતોરાત ઉમેદવાર બદલ્યા છે. પહેલા ભાજપે વઢવાણ બેઠક પર જિજ્ઞાબેન પંડ્યાને ટીકીટ આપતી હતી. ગઈકાલે જિજ્ઞાબેન પંડ્યાએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી નવા ચહેરાને ટીકીટ આપવા જણાવ્યું હતું. ત્યાર બાદ જગદીશ મકવાણાને ઉમેદવાર જાહેર કરાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે કમલમમાંથી જીજ્ઞાબેન પદ દબાણ કરાયું હતું.
ભાજપે વઢવાણ બેઠક પરથી જિજ્ઞા પંડ્યાને ઉમેદવાર જાહેરાત કર્યા હતા. ત્યાર બાદ ચાર દિવસની અંદર જ ભાજપનો આંતરિક વિવાદ સામે આવી ગયો છે. જિજ્ઞા પંડ્યાએ ઉમેદવારી પરત ખેંચવા પાર્ટીને લખેલો પત્ર સામે આવ્યો હતો. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી દ્વારા જ ઉમેદવાર બદલવા આદેશ કાર્યો હતો. કમલમમાંથી જ જિજ્ઞા પંડ્યાને ઉમેદવારી પરત લેવા માટે કહેવાયુ હતું. જ્ઞાતિના સમીકરણને પગલે ઉમેદવાર બદલવાનનો નિર્ણય લેવાયો હતો.
જીજ્ઞાબેન પંડ્યાએ જણાવ્યું કે, પાર્ટીનો આદેશ સર્વોપરી છે અને પ્રધાનમંત્રી તેમજ ભાજપે મને તક આપી તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.
નવા જાહેર કરાયેલા જગદીશ મકવાણા સથવારા સમાજમાંથી આવે છે, અને ભાજપે આ સમાજમાંથી કોઈને ટિકિટ આપી નથી. તેથી આ સમાજને સાચવવા તેમને ટિકિટ આપવી જરૂરી છે. વઢવાણ બેઠક ભાજપનો ગઢ ગણાય છે, ભાજપની સેફ બેઠક છે.