Homeઆપણું ગુજરાતબળાત્કારના આંકડા અંગે ગુજરાત- સરકાર ખોટું બોલે છેઃ કોંગ્રેસનો આક્ષેપ

બળાત્કારના આંકડા અંગે ગુજરાત- સરકાર ખોટું બોલે છેઃ કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત હોવાનો દાવો ભાજપની સરકાર કરતી આવે છે ત્યારે કોંગ્રેસે આ વાત ખોટી હોવાનો આક્ષેપ કર્યો છે.  કોંગેસે આક્ષેપ કર્યો હતો કે સરકારે આપેલા આંકડામાં વિસંગતી છે અને સરકારની મનસા કંઈક છુપાવવાની છે.  ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ 3796 દુષ્કર્મની ઘટના અને લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ રાજ્યમાં 1075 દુષ્કર્મના ઘટના બની છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે કાં તો તો ગુજરાતના ગૃહ પ્રધાન ખોટું બોલીને આંકડા છુપાવી રહ્યા છે અથવા કેન્દ્રના ગૃહ પ્રધાન દુષ્કર્મના આંકડા છુપાવી રહ્યા છે. દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના આંકડાની રમત રાજ્યની વર્તમાન સરકાર કરી રહી છે. કેન્દ્રની ભાજપ સરકાર આંકડા છુપાવી રહી છે. આની યોગ્ય તપાસ કરવામાં આવે અને જેને પણ ખોટા આંકડા રજુ કર્યા હોય તેને નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.
કૉંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં 2 વર્ષમાં 3796 દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા હતા અને 61 સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. કૉંગ્રેસ ધારાસભ્ય દ્વારા 10 માર્ચ 2022એ વિધાનસભા ગૃહમાં પૂછવા આવેલી વિગતને આધારે ઉપરના આંકડા ગૃહમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે લોકસભામાં 20 ડિસેમ્બર 2022એ રજૂ કરવામાં આવેલી વિગત મુજબ બે વર્ષમાં રાજ્યમાં સામૂહિક દુષ્કર્મની 35 ઘટનાઓ અને દુષ્કર્મની 1075 ઘટના બની હોવાના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.  કુલ 2721 દુષ્કર્મની ઘટના લોકસભામાં ઓછી બતાવવામાં આવી હતી અને સામૂહિક દુષ્કર્મની 26 ઘટના ઓછી બતાવામાં આવી હતી. ડબલ એન્જિનની સરકારમાં જે એન્જિનના આંકડા ખોટા હોય તે એન્જિનની સરકારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ, તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -