ઓસ્કર એવોર્ડની વાત આવે એટલે તમારા મનમાં સીધું નાટો નાટો પ્લે થાય. હા આ ફિલ્મની જ વાત કરવાના છે કારણ કે આ ફિલ્મના હીરો એનટીઆર જૂનિયરનો આજે 40મો જન્મદિવસ છે. એનટી રામા રાવ જૂનિયરને હિન્દી ફિલ્મના દર્શકો જે આરઆરઆર ફિલ્મથી વધારે જાણતા થયા છે તે તેમની છઠ્ઠી સુપરહીટ ફિલ્મ હતી, આ પહેલા તેલુગુમાં તેણે પાંચ એક સાથે સુપરહીટ આપી હતી. જોકે આ પહેલીવાર બન્યું. અગાઉ એનટીઆર જૂનિયરનું કરિયર રોલર કોસ્ટર જેવું હતું. 17 વર્ષની ઉંમરે તેણે પહેલી ફિલ્મ કરી હતી. તે બાદ તે ધીમે ધીમે ફિલ્મો કરતો ગયો. શરૂઆતમાં તેની એક ફિલ્મ હીટ જાય તો બે ફ્લોપ અથવા તો ડિઝાસ્ટર સાબિત થતી. 19 વર્ષની વયે તેણે બે સુપરહીટ ફિલ્મ આપી અને પોતાનું નામ તેલુગુ ફિલ્મજગતમાં ગાજતું કરી નાખ્યું. પણ તે બાદ તેની બે સુપરફલોપ ફિલ્મો આવી. તેણે થોડો બ્રેક લીધો અને ફિલ્મોમાં કામ કરવાનું અમુક સમય માટે બંધ કરી દીધું. તે બાદ ટેમ્પર ફિલ્મમાં તેણે કામ કર્યું ને ફિલ્મ હીટ જતા તે ફરી લાઈમલાઈટમાં આવ્યો. તે બાદ આરઆરઆર સુધી પાછું વાળીને જોયું નથી અને એક સાથે છ હીટ ફિલ્મ આપી સિસ્કર મારી. હવે તે એનટીઆર 30 અને એનટીઆર31 નામની ફિલ્મમાં જોવા મળશે. આરઆરઆર ફિલ્મે રૂ. 1100 કરોડનો બિઝનેસ કર્યો. ઓસ્કરમાં પણ નામ કમાયું અને જૂનિયરને હિન્દી ફિલ્મજગતમાં પણ નામ અપાવ્યું.
પોતાની પર્સનલ લાઈફમાં પત્ની લક્ષ્મી અને બે સંતાન સાથે તે ખુશ છે. એનટીઆર જૂનિયરને જન્મદિવસે શુભકામના.