કોલંબિયન સીંગર શકીરાએ દુનિયાને ડોલાવી છે. તેના મોટા ભાગના લોકપ્રિય ગીતો તેણે લખ્યા પણ છે. એક સમયે તેના પ્રશંસકોનો રાફડો ફાટ્યો હતો. આજે પણ તેના ગીતો પર દુનિયાને ડોલવું ગમે છે ત્યારે તેના જન્મદિવસ પર યાદ કરીએ તે ગીતો જેણે ક્યારેક તમારા પગ પણ થિરકાવ્યા હશે
2010ના ફીફા વર્લ્ડ કપનું ગીત વાકા વાકા. શકીરા અને જોહ્ન હીલે લખ્યુ, સંગીતબદ્ધ કર્યું અને નિર્માણ પણ કર્યું હતું. આખી દુનિયાને આ ગીતે ઘેલુ લગાડ્યું હતું અને લાખોએ આના ડાન્સ કર્યો હતો. આવું જ બીજું ગીત વેનએવર વેનએવર. શકીરા અને ગ્લોરિયા એસ્ટેફન દ્વારા લખવામાં આવેલાં આ ગીતે લેટીન મ્યુઝીકની ઝલક બતાવી હતી. બે દાયકા બાદ પણ આ ગીત હજુ મનને ડોલાવી જાય છે. તો લોકા… પણ આવું જ એક યાદગાર ગીત છે.
લેટીન અન અંગ્રેજીમાં આ ગીતને 15 કરોડ કરતા પણ વધારે વ્યુઅર્સ મળ્યા છે. હિપ્સ ડો્ટ લાય. આ સુપરહીટ સોંગ લગભગ શકીરાના જ નહીં, પરંતુ સંગીતજગતના તમામ ગીતોની યાદીમાં પહેલી હરોળમાં આવે તેનું છે. એ સમયે લગભગ દુનિયાના 18 દેશમાં આ પહેલા નંબરનું ગીત હતું આ ગીતે મેળવેલા એવોર્ડની યાદી પણ લાંબી છે. આ સાથે બ્યુટીફુલ લાયર, શી વુલ્ફ, લા ટોર્ચ્યુરા જેવા તેના ઘણા ગીતોએ રેર્કોડ બ્રેક કર્યા છે.