ફિલ્મ એક્ટ્રેસ બિપાશા બાસુ તેના હોટ અને બોલ્ડ અંદાજને કારણે જાણીતી છે ત્યારે તાજેતરમાં તેણે બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી છે. લગ્નના છ વર્ષ બાદ માતા બનવા જઈ રહેલી બિપાશા તેની પ્રેગ્નેસીને એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેણે પોતાના બોલ્ડ મેટરનિટી ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે જે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ગોલ્ડન ઓપન ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી બિપાશાનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ લૂટી રહ્યો છે.