માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ઈન્સ્ટાગ્રામ પર તેમની તાજેતરની ભારત મુલાકાત સાથે જોડાયેલી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમણે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

તસવીરો શેર કરતાં ગેટ્સે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું હમણાં જ ભારતથી પાછો ફર્યો છું અને હું ફરી પાછા જવાની રાહ જોઈ શકતો નથી. મને ભારત આવવું ગમે છે કારણ કે દરેક સફર એ અદ્ભુત શીખવાની તક છે.’

“હું ગયા અઠવાડિયે મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં મારા પ્રવાસ દરમિયાન કેટલાક અદ્ભુત લોકોને મળ્યો હતો,” એમ તેમણે જણાવ્યું હતું. બિલ ગેટ્સની તસવીરોમાં ઘણા લોકો જોડાયેલા છે

બિલ ગેટ્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી , અભિનેત્રી પ્રાજક્તા કોલી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથેની તેમની મુલાકાત દર્શાવે છે. બિલ ગેટ્સે વિશ્વના સૌથી યુવા બ્રિજ ચેમ્પિયન અંશુલ

ભટ્ટ સાથેની એક તસવીર પણ શેર કરી હતી. મુંબઈ સ્થિત ધોરણ 9 ના વિદ્યાર્થી અંશુલે ગયા વર્ષે ઈટાલીમાં વર્લ્ડ યુથ બ્રિજ ચેમ્પિયનશિપનો સૌથી યુવા વિજેતા બનીને ઈતિહાસ રચ્યો હતો.
