અમેરિકન અબજોપતિ હાલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. એ સમયે તેમણે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સાથે તેમ જ દેશના ઉદ્યોગ જગતના માંધાતાઓ સાથે મુલાકાત કરી હતી. આ સમયે તેઓ ટાટા જૂથના રતન ટાટાને પણ મળ્યા હતા. રતન ટાટા અને બિલ ગેટ્સ બંને વિશ્વના સૌથી મોટા દાનેશ્વરીઓમાં સામેલ છે. બંને નેતાઓએ મંગળવારે મુંબઈમાં મુલાકાત કરી હતી. અબજોપતિ બિલ ગેટ્સ મુંબઈમાં રતન ટાટા અને ટાટા જૂથના વડા એન ચંદ્રશેખરનને મળ્યા હતા.
રતન ટાટા સાથેની વાતચીતમાં બિલ ગેટ્સે તેમની દુનિયાભરની સખાવતી પ્રવૃત્તિઓ અને અનેક નવી પહેલો વિશે સમૃદ્ધ ચર્ચા કરી હતી. તેમણે આરોગ્ય, નિદાન અને પોષણના સખાવતી કાર્યો માટે ટાટા જૂથ સાથએ ભાગીદારીની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. બિલ ગેટ્સે રતન ટાટા અને એન ચંદ્રશેખરન બંનેને તેમના પુસ્તકો “હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેક્સ્ટ પેન્ડેમિક” અને “હાઉ ટુ અવોઈડ એ ક્લાઈમેટ ડિઝાસ્ટર” પુસ્તકની નકલ ભેટમાં આપી હતી