બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે જણાવ્યું હતું કે, દારૂનો ધંધો બંધ કરનારા લોકોને એક લાખ રૂપિયા આપવામાં આવશે. આ નિયમ ફક્ત દારૂ જ નહીં તાડી વેચનારા લોકો જે તાડીનો વ્યવસાય છોડીને નીરા બનાવે છે તેમના પર પણ લાગુ થશે. બિહારમાં દારૂના મામલે ધરપકડ કરવામાં આવી રહી છે, પરંતુ ધરપકડ એની થઈ રહી છે દારૂ પી રહ્યા છે. રાજ્યમાં દારૂનો વ્યવસાય કરનારા લોકો સામે ઢીલ મૂકવામાં આવી રહી છે.