બિગ બોસ16 રિયાલિટી ટીવી શોમાં રોજ નવા નવા ડ્રામા જોવા મળે છે અને આવા જ એક નવા ડ્રામામાં શોના એક કન્ટેન્સ્ટન્ટે શોના હોસ્ટ અને બી-ટાઉનના દબંગ સલમાન ખાનને ભગવાન ગણાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં એક વીડિયોમાં નોમિનેશન પછી શિવ ઠાકરે, એમસી સ્ટેન અને પ્રિયંકા ચહર-ચૌધરી એકબીજા સાથે તૂ-તૂ મૈં મૈં કરતાં જોવા મળે છે. જેમાં પ્રિયંકા એવું કહે છે કે દર વખતે આ લોકો ટાસ્કમાં આવું જ કરે છે, અગ્રેસિવ અને ગાળો આપવાની. લાસ્ટ ટાઈમ પણ ટાસ્કમાં ઈશ્યુ થયા જ હતા. પ્રિયંકાના કમેન્ટ પર એમસી સ્ટેન પ્રિયંકાને એવું કહે છે કે સલમાનભાઈએ પણ ગાળો આપી હતી, તો એ વખતે પણ વચ્ચે બોલ ને…
the funniest moment in today’s episode was mc stan dragging salman khan to defend sajid what does this guy think of himself lmao#BiggBoss16 pic.twitter.com/6XZs8bud1V
— 𝒔𝒂𝒌𝒔𝒉𝒊 (@_alizehx) December 13, 2022
જેના જવાબમાં પ્રિયંકા સ્ટેનને જવાબ આપે છે કે સલમાનસર તો ભગવાન છે, એટલે એમને મારા થી કંઈ ના કહી શકાય. ભાઈ પ્રિયંકાની એક વાત તો સાચી છે જ છે લોકો માને કે ના માને પણ સલમાન ખાન નવોદિત અને ઈન્ડસ્ટ્રીમાં આવનાર કલાકાર માટે ભગવાન જ છે!