બિગબોસ ફેમ અર્શી ખાન તેના નિવેદનો તથા અંગત જીવનને લઈને ચર્ચાનું કારણ બનતી હોય છે ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર અર્શી તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ સાથે લગ્નબંધને બંધાવા જઈ રહી છે. અર્શીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે.
અર્શીએ તેના બોયફ્રેન્ડ વિશે વધુ જાણકારી આપી નથી. તેણે આ અંગે જણાવ્યું તું કે, તે એક બિઝનેસમેન છે અને તે ઈન્ડસ્ટ્રીનો ભાગ નથી. અમે એક વર્ષ પછી લગ્ન કરીશું. બિગ બોસ પછી મેં નક્કી કર્યું છે કે હું મારી પર્સનલ લાઈફને પર્સનલ જ રાખવા માગું છું
અર્શી ખાન અને ઈશાન મસીહ વચ્ચેના સંબંધો પણ ચર્ચામાં આવ્યા હતાં ત્યારે આ અંગે અર્શીએ જણાવ્યું હતું કે, અમે સારા મિત્રો છીએ. લોકો માને છે કે તે મારો બોયફ્રેન્ડ છે, પરંતુ આ વાત સાચી નથી.