Homeટોપ ન્યૂઝફિફા વર્લ્ડ-કપમાં મોટો અપ્સેટ, સઉદી અરેબિયા સામે આર્જેન્ટિના હાર્યું

ફિફા વર્લ્ડ-કપમાં મોટો અપ્સેટ, સઉદી અરેબિયા સામે આર્જેન્ટિના હાર્યું

વર્લ્ડ કપનો મોટો અપ્સેટ
કતારના લુસૈલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને સઉદી અરેબિયા વચ્ચેની વર્લ્ડ કપ ગ્રૂપ-સી સૉકર મેચમાં સઉદી અરેબિયાની ટીમ જીતી ગઈ હતી. વિજય બાદ સઉદી અરેબિયાના ખેલાડીઓ મોહમ્મદ અલ-બુરૈક અને અબ્દુલેહા અલ-મલ્કિએ જીત બદલ નમાજના પોઝમાં અલ્લાહને શુક્રિયા કહ્યું હતું.
(તસવીર: પીટીઆઈ)
———–
દોહા: ફિફા વર્લ્ડ-કપ ૨૦૨૨નો પહેલો મોટો અપ્સેટ જોવા મળ્યો છે. સઉદી અરેબિયાએ મંગળવારે (૨૨ નવેમ્બર) લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી ગ્રૂપ-સી મેચમાં આર્જેન્ટિનાને ૨-૧થી હરાવ્યું હતું. ફૂટબૉલ જગતના ઈતિહાસમાં સઉદી અરેબિયાનો આર્જેન્ટિના પર પ્રથમ વિજય છે. અગાઉ બંને ટીમો વચ્ચે કુલ ચાર મેચ રમાઈ હતી, જેમાં આર્જેન્ટિનાએ બે મેચ જીતી હતી, જ્યારે બે મેચ ડ્રો રહી હતી.
આર્જેન્ટિના તરફથી મેચમાં એકમાત્ર ગોલ લિયોનેલ મેસ્સીએ કર્યો હતો. બીજી તરફ સઉદી અરેબિયા તરફથી સાલેહ અલશેહરી અને સાલેમ અલ-દવસારીએ ગોલ કર્યા હતા. ફિફા રેન્કિંગમાં આર્જેન્ટિના હાલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે સઉદી અરેબિયાની ટીમ ૫૧માં નંબર પર છે. આવી સ્થિતિમાં તેને મોટી ઊલટફેર ગણવામાં આવશે.
મેચનો પ્રથમ ગોલ દસમી મિનિટે જ થયો હતો. આ ગોલ કેપ્ટન લિયોનેલ મેસ્સીએ પેનલ્ટી દ્વારા કર્યો હતો. સઉદી અરેબિયાના ખેલાડી અબ્દુલહમિદે આર્જેન્ટિનાના ખેલાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે તે સઉદી અરબના બોક્સમાં પડી ગયો. ત્યાર બાદ રેફરીએ વીએઆર ચેક દ્વારા આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી. મેસ્સીએ પેનલ્ટીને ગોલમાં ક્ધવર્ટ કરવામાં કોઈ ભૂલ કરી નથી.
આ સિવાય આર્જેન્ટિનાએ પ્રથમ હાફમાં કેટલાક ગોલ કર્યા હતા, પરંતુ સત્તાવાર રીતે તે ગોલ થઈ શક્યો નહોતો. પછી લોટારો માર્ટિનેઝે પણ બીજો ગોલ કર્યો પરંતુ તેને નામંજૂર કરવામાં આવ્યો. કારણ કે વીએઆર તેને ઓફસાઇડ ગણાવ્યો હતો. આ સિવાય મેસ્સીનો ગોલ પણ પહેલા હાફમાં ઓફસાઈડ રહ્યો હતો.
સઉદી અરેબિયાએ બીજા હાફમાં શાનદાર વાપસી કરી હતી. પરિણામે તેણે મેચની ૪૮મી મિનિટે મેચનો પ્રથમ ગોલ કર્યો. સઉદી અરેબિયા તરફથી સાલેહ અલશેહરીએ ગોલ કર્યો હતો. ત્યાર બાદ ૫૪મી મિનિટે સાલેમ અલ-દવસારીએ ગોલ કરીને ટીમને ૨-૧ની લીડ અપાવી દીધી હતી. આર્જેન્ટિનાએ રમતમાં વાપસી કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ સઉદી અરેબિયાના ડિફેન્સ અને શાનદાર ગોલકીપિંગ સામે તે કામ કરી શક્યું નહીં.
આર્જેન્ટીનાને સઉદી અરેબિયા, મેક્સિકો અને પોલૅન્ડની સાથે ગ્રૂપ-સીમાં રાખવામાં આવ્યું છે. હવે લિયોનેલ મેસ્સીની ટીમ આગામી મેચોમાં મેક્સિકો અને પોલૅન્ડ સામે ટકરાશે. તેણે આ બંને મેચ જીતવી પડશે. આર્જેન્ટિનાની ટીમ છેલ્લી ૩૬ મેચોથી અજેય હતી પરંતુ ૩૭મી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ઈટાલીના નામે ૩૭ મેચોમાં સૌથી વધુ મેચ ન હારવાનો રેકોર્ડ છે, જેને આર્જેન્ટિના તોડી શક્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -