આઈપીલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે છે ત્યારે દર્શકોએ ભારે ભીડ જમાવી છે. દર્શકોને ગાયક અરિજીત સિંહ અને અભિનેત્રી તમન્ના ભટ્ટે ભારે જલસો કરાવી દીધો હતો.
અરિજીત સિંહ આ સમયે સ્ટેજ પર છે અને તેમના ગીતોથી તેમણે IPLની ઓપનિંગ સેરેમની શરૂ કરી છે. તમન્ના ભાટિયાનાં પર્ફોર્મન્સની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. અરિજીત બાદ તમન્ના ભાટિયાએ પોતાના ડાન્સથી IPLમાં રંગ જમાવ્યો, પોતાની સાઉથની ફિલ્મોનાં ગીતથી લઈને બોલિવૂડનાં ફિલ્મી ગીતો પર શાનદાર પરફોર્મન્સ આપ્યું.
આજથી IPL 2023નો પ્રારંભ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં થયો છે. ઓપનિંગ સેરેમનીમાં અરીજીત સિંહ,તમન્ના ભાટિયા સહિતના કલાકારો પરફોર્મ કર્યું હતું. આ ઓપનિંગ સેરેમનીમાં ડ્રોન શો પણ આકર્ષણનું કેંદ્ર છે. ઓપનિંગ સેરેમની બાદ CSK અને GT વચ્ચે પ્રથમ મુકાબલો શરૂ થશે. ૩ વાગ્યાથી દર્શકોના પ્રવેશ માટે ગેટ ખુલ્લો મુકાયો છે.એન્ટ્રી ગેઈટ બહાર પોલીસ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. દર્શકોને માત્ર પર્સ અને મોબાઈલ સાથે જ પ્રવેશ અપાઈ રહ્યો છે . 10 મહિના બાદ મહેન્દ્રસિંહ ધોનીને મેદાનમાં જોવા દર્શકો આતુર છે.મોટા ભાગના તમામ લોકો ધોનીની 7 નંબરની જર્સી પહેરીને પહોંચી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ હોવા છતા ચેન્નઈના સપોર્ટસ વધુ જોવા મળી રહ્યાં છે. આખું સ્ટેડિયમ પીળા રંગે રંગાઈ ગયું છે અને ટ્વીટર પર પણ આની ચર્ચા થઈ રહી છે. ગઈ શ્રેણીમાં ગુજરાત ટાઈટન્સ જીત્યું હતું ત્યારે આ વખતે ટ્રોફી માટેનો મુકાબલો આજથી શરૂ થઈ ગયો છે.
#IPL2023OpeningCeremony #ipl2023 #cskvsgt #GTvCSK #TamannaahBhatia𓃵 pic.twitter.com/spiep0fBUI
— Shribabu Gupta (@ShribabuG) March 31, 2023
બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ હોવાથી વિદ્યાર્થીઓ સહિત યુવાનો મોટા પ્રમાણમાં મેચ જોવા આવ્યા હતા. મેચને લીધે અમદાવાદની મેટ્રો ટ્રેનમાં પણ ભારે ભીડ જોવા મળી હતી.
જોકે એક તરફ કોરોનાની મહામારીએ ફરી માથું ઉંચક્યું છે ત્યારે આઈપીએલને લીધે હજારો પ્રેક્ષકો એક સાથે ભીડ જમાવશે, તે જોખમી સાબિત થઈ શકે તેમ છે, તેવું નિષ્ણાતોનું માનવાનું છે. આ સાથે ગુજરાતમાં વિખાઈ ગયેલા વાતાવરણને લીધે વરસાદનો પણ ભય હતો, પરંતુ આજે માહોલ સ્વચ્છ રહ્યો હોવાથી આયોજકો, ખેલાડીઓ અને પ્રેક્ષકોએ હાશકારો અનુભવ્યો હતો
Show me a better singer than Arijit Singh I'll wait ♥️#IPL2023OpeningCeremony pic.twitter.com/CSN46fefNA
— Kriti Singh (@kritiitweets) March 31, 2023