દેશભરના કરોડો ટેકસ ભરતા કરોડો ટેકસ પેયર્સ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે, કારણ કે, આ સમાચારની સીધી અસર તેમના ખિસ્સા પર તેમ જ મંથલી બજેટ પર જોવા મળશે. મોદી સરકાર દ્વારા કરદાતાઓને વધુ એક મોટી ભેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વખતે બજેટમાં કરદાતાઓને રાહત આપતી કેટલીક જાહેરાત પણ કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા 2023નું બજેટ રજૂ કરતી વખતે આવકવેરાને લગતી અનેક જાહેરાતો કરવામાં આવી હતી. આ જાહેરાતોને કારણે ઈનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરનારા લોકોને રાહત મળશે.
બજેટ રજૂ કરતી વખતે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા નવા કર પ્રણાલીમાં ઘણા ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી. આ ફેરફાર અનુસાર અગાઉ જ્યાં 2.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લેવામાં આવતો ન હતો, તેની મર્યાદા વધારીને હવે 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. મતલબ કે ત્રણ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર આવકવેરા સ્લેબમાં આવતા લોકોએ હવે કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.
ટેક્સ રિબેટ-
આ સિવાય, મોદી સરકાર તરફથી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા એક બીજી મહત્વપૂર્ણ જાહેરાત એ કરવામાં આવી હતી કે આ નવી ટેક્સ વ્યવસ્થામાં રિબેટની મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેનો અર્થ એવો થયો કે જે કરદાતાઓ આવકવેરા રિટર્ન ફાઇલ કરી રહ્યા છે તેમને વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે, જેના કારણે તેમને પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
સ્ટાન્ડર્ડ ડિડક્શન-
આ સાથે મોદી સરકાર દ્વારા વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે કરદાતાઓને થોડી વધારે રાહત મળી છે. હકીકતમાં, બજેટ 2023માં, નાણાં પ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે કરદાતાઓ નવી કર વ્યવસ્થામાં પ્રમાણભૂત કપાતનો લાભ મેળવી શકશે. નોકરિયાત લોકોને 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળવાને કારણે લોકોને થોડી વધુ રાહત મળી છે. આના કારણે તે લોકોએ 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.