Homeસ્પોર્ટસIPL 2023સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફટકો, આ ઓલરાઉન્ડર IPL 2023માંથી બહાર

સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફટકો, આ ઓલરાઉન્ડર IPL 2023માંથી બહાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 16મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH)ને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર IPL 2023ની બાકીની મેચોનો ભાગ બની શકશે નહીં. આ માહિતી સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટ્વીટ કરીને આપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે હેમસ્ટ્રિંગની ઇજા થવાને કારણે વોશિંગ્ટન સુંદર IPL 16ની બાકીની મેચો રમી શકશે નહીં. જો કે,SRH દ્વારા સુંદરના બદલામાં કોને સ્થાન મળશેએ જાહેરાત કરવામાં આવી નથી.
જોકે IPLની ચાલુ સિઝનમાં વોશિંગ્ટન સુંદર હજુ સુધી બેટ કે બોલથી અસરકારક પ્રદર્શન કરી શક્યો નથી. સુંદરે આ સીઝનની 7 મેચોની પાંચ ઇનિંગ્સમાં 15ની એવરેજ અને 100ની સ્ટ્રાઇક રેટથી માત્ર 60 રન બનાવ્યા હતા, સુંદરનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 24 રન રહ્યો છે.
બોલીંગમાં પણ સુંદરે આ સિઝનમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. સુંદરે આ સિઝનમાં 7 મેચમાં 17.4 ઓવર ફેંકીને માત્ર ત્રણ વિકેટ લીધી હતી. નોંધનીય છે કે સુંદરને એક જ મેચમાં ત્રણ વિકેટ મળી હતી, જ્યારે બાકીની 6 મેચમાં તે કોઈ વિકેટ લઈ શક્યો ન હતો.
જો કે, સુંદરના નહીં રમવાના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદને મિડલ ઓર્ડરમાં તેની ખોટ પડશે. એટલું જ નહીં જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ પિચો સ્પિનરો માટે વધુ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરની ગેરહાજરી હૈદરાબાદ માટે મોટો ફટકો છે.
નોંધનીય છે કે આ સિઝનમાં સ્ટાર ખેલાડીઓ પર દાવ લગાવવા છતાં સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી માત્ર બે જ મેચમાં જીત મેળવી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં 4 પોઈન્ટ સાથે ટેબલમાં 9મા સ્થાને છે અને પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -