ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 18માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. ગાંધીનગરના સચિવાલય સામે હેલિપેડ ગ્રાઉન્ડ પર ભવ્ય શપથગ્રહણ સમારોહનું આયોજન કરાયું છે. તેમની સાથે 17 પ્રધાનો એ પણ શપથગ્રહણ કર્યા છે. આ સમારોહમાં વડપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની વિશેષ ઉપસ્થિતિમાં પદનામિત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ #ભાજપની_ડબલ_એન્જિન_સરકાર https://t.co/HKJMyZIUyx
— BJP Gujarat (@BJP4Gujarat) December 12, 2022
“>
ભુપેન્દ્ર પટેલનો પરિવાર આ શપથવિધિમાં ઉપસ્થિત રહ્યો હતો. વિવિધ સંપ્રદાયોના સાધુસંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.