કચ્છ જીલ્લાના ભુજના તાલુકાના સુમરાસર શેખ ગામના સરપંચને વીજ ચોરીના આરોપસર જેલમાં ધકેલવા આવ્યા હતા. જામીન મળ્યા બાદ જેલ બહાર આવતા તેમના સ્વાગત માટે સમર્થકોની ભીડ ઉમટી પડી હતી. જીલ્લા ભાજપના નેતાઓ તેમને આવકારવા પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ સુમરાસર શેખ ગામના યાદવરાજ નામે જાણીતા સરપંચ રણછોડ આહીની વીજ ચોરીના ગુનામાં ઘરપકડ કરવામાં આવી હતી. સુત્રોના જણવ્યા પ્રમાણે તેમણે પાણી પુરવઠા બોર્ડના વીજ મિટરને બાયપાસ કરી રૂ.6.81 લાખની વીજ ચોરી કરી હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડના ચેકિંગમાં આ કોભાંડ પકડાઈ ગયું હતું. કંપનીએ સરપંચ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી સરપંચની ધરપકડ કરી પાલારા જેલને હવાલે કર્યા હતાં. ત્યાર બાદ તેમના જામીન મંજૂર થયા હતાં. જેલમાંથી બહાર આવ્યા ત્યારે સમર્થકો જેલની બહાર ઉમટ્યા હતા.
નોંધનીય વાત તો એ છે કે કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય ડી.કે.આહીર, કચ્છ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રાહુલ ગોર, યુવા ભાજપ પ્રમુખ તાપશ શાહ સહિતના ભાજપ પક્ષના પદાધિકારીઓ અને અગ્રણીઓ આરોપી સરપંચને આવકારવા હાજર રહ્યા હતા.