Homeટોપ ન્યૂઝBhopal gas leak: ભોપાલના વોટર પ્લાન્ટમાંથી ક્લોરીન ગેસ લીક થતા લોકોમાં ગભરાટ,...

Bhopal gas leak: ભોપાલના વોટર પ્લાન્ટમાંથી ક્લોરીન ગેસ લીક થતા લોકોમાં ગભરાટ, 11 લોકો હોસ્પિટલમાં દાખલ

ભોપાલની મધર ઈન્ડિયા કોલોનીમાં બુધવારે સાંજે ક્લોરિન ગેસ લીક થતા ભાગદોડ મચી ગઈ હતી. વસાહતમાં રહેતા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ગેસની લપેટમાં આવેલા 11 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વોટર ફિલ્ટર પ્લાન્ટમાંથી આ ક્લોરિન ગેસ લીક થયો હતો. મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય પ્રધાન વિશ્વાસ કૈલાશ સારંગે હોસ્પીટલમાં દાખલ લોકોની મુલાકાત લીધી તેમના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં દાખલ લોકોની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
ક્લોરિન ગેસ લીક થયાની માહિતી મળતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્વાસ્થ્ય પ્રધાન વિશ્વાસ કૈલાશ સારંગે કહ્યું હતું કે ઈદગાહ હિલ્સ સ્થિત મધર ઈન્ડિયા કોલોનીમાં ક્લોરિન ટાંકીમાં લીકેજની ઘટનાની સમીક્ષા કર્યા બાદ વિગતવાર તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. તપાસ બાદ જો કોઈ દોષિત ઠરશે તો તેને બક્ષવામાં આવશે નહીં. આવી ઘટનાની પુનરાવૃત્તિ રોકવા માટે પણ અસરકારક પગલાં લેવામાં આવશે.
મળતી માહિતી મુજબ પાણીમાં ક્લોરિન ભેળવવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. પરંતુ સિલિન્ડરમાં લીકેજના કારણે ગેસ હવામાં ફેલાવા લાગ્યો હતો. ત્યારબાદ સિલિન્ડરને પાણીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. સિલિન્ડર નાખ્યું હતું તે પાણી વહીને ગટરમાં જતું હતું. જ્યારે આ પાણી નજીકની મધર ઈન્ડિયા કોલોનીમાં પહોંચ્યું તો લોકોને સમસ્યા થવા લાગી. લોકોની આંખો બળવા લાગી, ખાંસી શરૂ થઈ. જેનાથી લોકો ગભરાઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતાં જ વહીવટીતંત્રે સ્થિતિ સંભાળી લીધી હતી. વહીવટીતંત્રે લીક થતા સિલિન્ડરને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં 800 લિટરની ક્ષમતાના સિલિન્ડરનો ગેસ પાણીમાં ભળી ગયો હતો.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -