Homeઈન્ટરવલવીર માંગડાવાળાનો ભૂતવડ: ભાણવડ

વીર માંગડાવાળાનો ભૂતવડ: ભાણવડ

તસવીરની આરપાર -ભાટી એન.

સૌરાષ્ટ્રની ધરામાં ઐતિહાસિક વાર્તાઓ ઠબૂરાઈને પડી છે. જેને સાંભળીયે’તો આપણા રૂવાડા ઊભા થઈ જાય…! સાહાસિકતા કેનેકેવાય… પ્રેમ કેને કે વાય… ભૂત થઈને પણ પ્રેમની તૃપ્તિ પૂર્ણ કરે છે તેનો અમર ઈતિહાસ સૌરાષ્ટ્ર- કાઠિયાવાડના ચોપડે અમર છે…! શ્રીકૃષ્ણ ભગવાનનું દ્વારકાના બરડા વિસ્તારમાં આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ઘુમલી પર ભાણ જેઠવાનું રાજ હતું. ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો જેઠવાનો ભાણેજ થતો હતો અને તેનો માનીતો હતો. ત્યાં ફૂલોનો બગીચો હતો. તેની દેખરેખ ‘વીર માંગડાવાળો’ રાખતો હતો. માંગડાવાળો અને સતી પદ્માવતીની અમર પ્રેમ કહાનીની વાર્તા માંડવી છે.
ઘુમલી ખાલી નવલખા માટે જાણીતું છે, ત્યાં કલાનયન પ્રાચીન નવલખો મંદિર અમર નજરાણું આ વિસ્તારનું છે. ત્યાં ભાણ જેઠવાના રાજમાં ‘વીર માંગડાવાળો’ બાહુબલિ સમાન તાકાતવર ને લડવૈયો હતો. તેનાથી ડાકુ, લૂંટારાઓ ઘુમલી તરફ આવવાનું વિચારતા પણ નહીં. આવી ધાક માંગડાવાળાની હતી, તેની વીરતાના વખાણ સારાયે સૌરાષ્ટ્રમાં થતા હતા. એક વાર ‘માંગડાવાળો’ મેળામાં જાય છે ત્યાં જ અંતરિયાળ રસ્તામાં વેલડુ લઈને પાટણની પદ્માવતી અને તેની સહેલી જતી હોય છે તેવામાં અલમસ્ત હાથી ગાંડો થઈને આ વેલડાને પાડી દેવાની કોશિશ કરે છે. અને વેલડુ પડુ… પડુ… થાય છે, ત્યાં જ વીર માંગડાવાળો યુવાન સ્માર્ટ ચહેરો ને ઘોડી પર અસ્વાર થઈ બનીઠનીને મેળામાં જતા રસ્તા વચ્ચે વેલડાને હાથી પાડે છે. તે દૃશ્ય જોતા જ માંગડાવાળો હાથીને પોતાની મર્દાનગીથી હડસેલી હાથીને કાબૂમાં લઈ તેના પર અસ્વાર થઈ વેલડા નજીક આવે છે. ત્યાં પદ્માવતી અને તેની સહેલી નીચે ઊતરી આંટીયાળી પાઘડીવાળો લવર મુચ્છીયા માંગડાવાળાને જોતાંવેંત તે તેના પ્રેમમાં પડી ગયા અને માંગડાવાળાને માથામાં ઈજા હાથીએ કરતા પદ્માવતી તેની ચૂંદડીનો છેડો ફાડી તેના કપાળે પાટાના સ્વરૂપમાં બાંધીને આભાર વ્યક્ત કરતા જણાવેલ કે આજ આપના હોત’તો હાથી અમોને કચડી નાખેત પણ આપે બચાવેલ આપનો હાર્દિક આભાર. મને છે અને બંને સજોડે મેળામાં જાય છે. રૂપ… રૂપના અંબાર જેવી પદ્માવતીને નિરખી માંગડાવાળો પણ તેને ચાહે છે. ત્યાર બાદ પદ્માવતી નક્કી કરે છે કે પરણીસ તો માંગડાવાળાને જ જીયાં સુધી ન પરણું ત્યાં સુધી શંકર મંદિરે દર્શક, પૂજા અર્ચના કરીશ.
માંગડાવાળો મિયાણીના હર્ષદ માતાનો ભક્ત હતો. તેથી તે ઘુમલીથી દર્શન કરવા ગયો હતો. આનો લાભ ઉઠાવીને લૂંટારાઓ ઢોર-ઢાંખરને લૂંટી ગયા, તેનો પીછો ભાણ જેઠવાએ લૂંટારાઓનો પીછો કર્યો અને ગીરની હીરણ નદીના કાંઠે નારેદ આગળ તેમને આંતરીને પડકાયા, અહીં લૂંટારાઓ અને ભાણ જેઠવા વચ્ચે ધમસાણ યુદ્ધ થયું તેની જાણ વીર માંગડાવાળાને થતા તે હર્ષદ માતાના દર્શન કરી સિધ્ધો ગીર તરફ આવતા પાટણ ગામના પાધરે શંકર ભગવાનના દર્શન કરવા જાય છે. ત્યાં પદ્માવતી થાળ લઈને દર્શન કરી પરત આવતા સામે જ મળે છે. અને વીર માંગડાવાળો યોદ્ધો બની લડાઈમાં જવાના મૂડમાં હતો ત્યાં જ પદ્માવતી મળતા ફરી પ્રેમના અંકુર ફૂટી ગયાં. માંગડાવાળાએ પૂછ્યું કા દર્શને આવ્યાં…? પદ્માવતી કહે છે કે આપ જીયારથી
મને મળીયા તે દિવસથી આપને મનોમન અનહદ અપાર પ્રેમ કરું છું…!?, અને આપને જ મારા ભરથાળ માની બેઠી છું. જીયાં સુધી આપની સંગાથે લગ્ન નહીં થાય ત્યાં સુધી આ શંકર મંદિરે
નિત્ય દર્શન કરવા આવીશ આ અનુક્રમે જ હું મંદિરે આવી છું. બોલો માંગડાવાળા તમે મને પરણશો…?, ત્યાં જ માંગડાવાળા હર્ષોલ્લાસથી શંકર ભગવાનનો જાણે ઋણી હોય મનની વાત તમે કરી દીધી હા પદ્માવતી, હું આપની સાથે ધામધૂમથી લગ્ન કરીશ તો પદ્માવતી, હું આપની સાથે ધામધૂમથી લગ્ન કરીશ તો પદ્માવતી કહે મને કોલ આપો વીર માંગડાવાળો બંને હાથમાં હાથ રાખી વચન આપું છું કે હું પરણીશ તો પદ્માવતીને જ. આ કોલ આપી ધીંગાણામાં લડવા જાય છે. લૂંટારાઓ સામે લડતો હતો પણ પદ્માવતીની પ્રીત મનમાં ઉછળતી હતી. પ્રેમમાં પડેલા માંગડાવાળાનું દિલ કુણું માખણ જેવું બની ગયું હતું. તેના વિચારમાં સતત રેતા લૂંટારોએ દગો કરીયો માંગડાવાળો પ્રેમના કારણે શોર્યથી લડી શક્યો નહીં. અને દુશ્મનોના હાથે માંગડાવાળો મરાયો.
માંગડાવાળો યુદ્ધમાં મર્યા પછી ભૂત બન્યો. આ બાજુ પદ્માવતીને માંગડો મરાયો તેની જાણ થતા ઘરના મોભીએ બહુ સમજાવતા ઉનાના પૈસાપાત્ર વેપારીના પુત્ર સાથે પરણવાની સહમતી આપતા લગ્નની જાન ઉનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ વડના ઝાડ નીચે નારેદ આગળ રોકાયા. માંગડાવાળાના કાકા અરશી આ જાનના સરદાર હતા. અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગડાના આંસુ તેમના પર પડતા માંગડાવાળાએ પોતાની વિતક કથા કહેતા અરશીને પોતાની સાથે જાનમાં લઈ જવા વિનંતી કરીને ભૂત માંગડાવાળો વરરાજો બની જાનમાં જાય છે. અને અરશીએ માંગડાવાળાના લગ્ન પદ્માવતી સાથે કરાવે છે. અને લગ્ન બાદ જાન પાછી વડના ઝાડ પાસે આવતા ભૂત માંગડાવાળો વડમાં સમાય જાય છે અને તૃપ્ત થાય છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -