ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ પોતાના બોલ્ડ અને બિંદાસ અંદાજથી જાણીતી બની છે ત્યારે તાજેતરમાં તેનું નવું ગીત રિલીઝ થયું છે અને આ ગીતમાં તેના બોલ્ડ અંદાજ અને ખાસ કરીને ઈન્ટીમેટ સીનને લઈને ઈન્ટરનેટ પર ગરમાવો વધાર્યો છે. અક્ષરાનું આ વીડિયો સોંગ પણ હીટ થયું છે અને એનું ટાઈટલ કિતને જુઠ છે. આ વીડિયોથી અક્ષરાએ તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.
અક્ષરા સિંહે પોતાના નવા રોમાન્ટિક સોન્ગમાં કરણ ખન્નાની જોડી જામી રહી છે. આ ગીતમાં બંનેના ઈન્ટીમેટ સીન કરવામાં આવ્યા છે. એટલું જ નહી, બંનેએ એકબીજાને લીપલોક કરતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. અક્ષરા અને કરણ ખન્નાનું ગીત લોકોના દિલોદિમાગમાં પણ જોરદાર છવાયેલું છે. આ ગીતમાં કુણાલ વર્માએ કમ્પોઝ કર્યું છે અને આ ગીતને અક્ષરા સિંહની પણ જોરદાર તારીફ કરવામાં આવી રહી છે.