Homeઆપણું ગુજરાતભાવનગર તોડકાંડ: પોલીસે રૂ.38 લાખ કબજે કર્યા, કાનભાએ કરી કબુલાત

ભાવનગર તોડકાંડ: પોલીસે રૂ.38 લાખ કબજે કર્યા, કાનભાએ કરી કબુલાત

ભાવનાગર ડમી ઉમેવારથી શરુ થયેલો કેસ હવે તોડકાંડ તરફ આગળ વધી રહ્યો છે. તોડ કાંડમાં ભાવનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહીના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા કબજે કર્યા છે. એલસીબીના તરફથી આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. પોલીસે આ રકમની રિવકવરી સમયના વીડિયો પણ જાહેર કર્યા છે.
ડમી ઉમેદવાર કાંડમાં નામ જાહેર ના કરવા બાબતે વ્હિસલબ્લોઅર યુવરાજ સિંહે 1 કરોડ રૂપિયાનો તોડ કર્યો હોવાનો આરોપ છે, જેને લઈને ભાવનગર પોલીસે તેમની ઘરપકડ કરી હતી. હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થાય એવી શક્યતા છે. યુવરાજસિંહ વિરૂદ્ધ ભાવનગર જિલ્લામાં વધુ એક ગુનો નોંધાય એવી આશંકા વર્તાઈ રહી છે. ડમી પરીક્ષાર્થીઓનું અપહરણ કરી તેમને ગોંધી રાખવાનો ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય તેવી શક્યતા છે.
યુવરાજસિંહની ધરપકડને રાજકારણ ગરમાયું છે. રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહનું સમર્થનમાં કરી રહ્યા છે, આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. બીજી તરફ પોલીસના જણાવ્યા અનુસાર યુવરાજસિંહના સાળા કાનભાએ કબુલાત કરી હતી કે 1 કરોડનો તોડ કરવામાં આવ્યો હતો. પોલીસે કાનભાની કબૂલાત પરથી તેના મિત્રના ઘરે તપાસ કરતા તાળું લગાવેલી પેટી મળી આવી હતી. જે ખોલતા રૂપિયા રૂ.38 લાખની રોકડ રકમ મળી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કાનભાએ કબુલ્યું છે આરોપી બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા કે જે વચેટીયાની ભૂમિકા હતા તેને પણ 10 ટકા લેખે કમિશન આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -