તા. ૧૯-૩-૨૦૨૩ થી તા. ૨૫-૩-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુન રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ મીન રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. શુક્ર મેષ રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે કુંભ રાશિમાં, તા. ૨૧મીએ મીનમાં, તા. ૨૩મીએ મેષમાં, તા. ૨૫મીએ વૃષભમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નવા કારોબારનો પ્રારંભ થાય. નોકરીના સ્થળની બદલી શક્ય જણાય છે. અકારણ નાણાં ખર્ચ ઉપર સાવધાની દાખવવી જરૂરી છે. મહિલાઓને પતિના નબળા આરોગ્યમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો સરળતાથી અમલમાં આવી શકશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણના નિર્ણયનો અમલ થઈ શકે તેમ છે. નોકરીના હસ્તગત કામકાજમાં પરિવર્તનો જણાય છે. પરિવાર સાથે નાણાં વ્યવહાર માટે આ સપ્તાહ અનુકૂળ નથી. જૂની નાણાં ઉઘરાણીના પ્રયત્નો સફળ રહેશે. ગૃહિણીઓને કિંમતી ચીજોની ખરીદીમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અધ્યયનના કામકાજ નિયમિતપણે સંપન્ન થતાં જણાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપાર માટે ગોચર ગ્રહફળ શુભ નથી. નોકરીમાં વિશિષ્ટ જવાબદારી અપેક્ષાનુસાર હસ્તગત કરી શકશો. વડીલો સાથે વિવાદ ટાળવો જરૂરી છે. રાજકારણ તથા સામાજિક પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. મહિલાઓને પડોશ સંબંધોમાં અનૂકૂળતાઓ નિર્માણ થતી જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં સફળતાથી હસ્તગત, શૈક્ષણિક જવાબદારી પૂર્ણ કરી શકશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ જણાય છે. જૂના સરકારી અધૂરા કામો આ સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે. મિત્રોમાં યશસ્વીપણું અનુભવશો. નાણાં આવકના સાધનો વધુ સક્ષમ બનશે. મહિલાઓને નવા કામકાજના પ્રારંભમાં સાનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર માટે સફળ તક પ્રાપ્ત કરશો. નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થાય. ભાગદાર સાથેના વ્યવહારમાં સાવધાની રાખવી જરૂરી છે. વધુ પડતું નાણાં રોકાણ ટાળવું જરૂરી છે. જૂના ઉઘરાણીના નાણાં સરળતાથી મેળવી શકશો. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓના વાંચન અભ્યાસ માટે સાનુકૂળ તક પ્રાપ્ત થતી જણાશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે જરૂરી માર્ગદર્શન મેળવશો. નોકરીમાં યશ તથા માનપ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો. નવીન ભાગીદારીની રચના સાકાર થાય. મિત્રોમાં આર્થિક વ્યવહાર સરળતાથી સંપન્ન થશે. તા. ૨૦, ૨૨, ૨૩ કામકાજ માટે અનુકૂળ જણાય છે. મહિલાઓને કાર્યક્ષેત્રે પરિવારજનોનો સહયોગ અપેક્ષાનુસાર પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના અપેક્ષા મુજબના નિર્ણયો સાકાર થતાં જણાશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના અપેક્ષિત નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ બની રહેશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. કાર્યક્ષેત્રે મિત્રો સહયોગી પુરવાર થશે. નાણાં આવકના સાધનો વધુ સક્ષમ બનશે. ગૃહિણીઓને સામાજિક, કૌટુંબિક જવાબદારીમાં પ્રગતિ જણાય. કારોબારના મિત્રોમાં અપેક્ષાનુસાર વાટાઘાટો સફળતાથી સંપન્ન થશે. વિદ્યાર્થીઓના દૈનિક વાંચન અભ્યાસ એકંદરે નિયમિતપણે જળવાઈ રહેશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થાય. નોકરીમાં જૂનાં અધૂરા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. મિલકતના નિર્ણયોનો અમલ જન્મકુંડળીના આધારે નક્કી કરવો જરૂરી છે. મહિલાઓને સહપરિવાર પ્રવાસની અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો શુભ પુરવાર થશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કામકાજની પદ્ધતિ અપનાવી શકશો. નોકરીના મિત્રો દ્વારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ રહેશો. કારોબાર માટે જરૂરી વાહન-મિલકત સગવડતાના સાધનો મેળવી શકશો. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થાય. મહિલાઓને ભાઈ-બહેનો સાથેના મતભેદનો ઉકેલ જણાશે. વિદ્યાર્થીઓના ચોક્કસ નિર્ણયો સ્વપ્રયત્ને અમલમાં મૂકી શકશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ગેરદોરવણી થવાની શક્યતા હોય સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં પ્રગતિના ચિહ્નો સ્પષ્ટ થશે. નાણાંબચતના નિર્ણયનો અમલ શક્ય જણાય છે. સરકારી અધિકારીનો સહયોગ કારોબારમાં મેળવી શકશો. મિત્રો પડોશ સંબંધોના મતભેદોનો ઉકેલ મહિલાઓને આ સપ્તાહમાં પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સાનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા દૈનિક સાપ્તાહિક વેપાર અને નવા રોકાણની તક મેળવશો. નોકરીના સહકાર્યકરો સાથેનો વાદવિવાદ હળવો થશે. પરિવારજનો સાથેનો નાણાં વ્યવહાર આ સપ્તાહમાં સંપન્ન થશે. નવા નાણાં આવકના સાધનો મેળવશો. કુટુંબમાં મહિલાઓને યશસ્વી અનુભવ થાય. પ્રસંગો સુખદ પુરવાર થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નિત્ય વાંચન અભ્યાસમાં નિયમિતતા જણાશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિનો અમલ થઈ શકશે. નોકરીમાં જરૂરી સાધન-સગવડતાઓનો સહયોગ, માર્ગદર્શન પ્રાપ્ત કરશો. કાર્યક્ષેત્રે આત્મવિશ્ર્વાસ દઢ બનશે. નાણાંઆવક છતાંય નાણાં ખર્ચ અધિક અનુભવશો. મહિલાઓને કુટુંબના સભ્યો સાથેના મતભેદોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓને તા. ૨૦, ૨૨, ૨૪ના અધ્યયનના કામકાજમાં અનુકૂળતા જણાશે.
– પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા