કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ પહોંચી ચુકી છે. રાહુલ ગાંધીએ જમ્મુના કઠુઆથી ઔપચારિક રીતે યાત્રા શરૂ કરી હતી. હાલ કઠુઆમાં પડી રહેલા ઝરમર વરસાદ વચ્ચે રાહુલ ગાંધીએ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી વરસાદથી બચવા માટે બ્લેક જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. યાત્રા દરમિયાન આ પહેલી વાર છે કે રાહુલ ગાંધીએ ટી-શર્ટ પર બીજું કોઈ કપડું પહેર્યું હોય. કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધીનું માત્ર ટી-શર્ટ પહેરવું એ મુદ્દો બની ગયો હતો. આ અંગે ભાજપના અનેક નેતાઓએ સવાલો ઉઠાવ્યા હતા.
તમિલનાડુના કન્યાકુમારીથી નીકળેલી ભારત જોડો યાત્રા ગુરુવારે કઠુઆથી જમ્મુમાં પ્રવેશી હતી. પંજાબને જમ્મુ-કાશ્મીર સાથે જોડતા રાવી પુલને પાર કરી યાત્રા જમ્મુમાં પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તમે કોઈપણ ધર્મ, જાતિના હો, બાળક કે વૃદ્ધ હો, તમે આ દેશના છો. હું નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું. મારા હૃદયમાં તમારા માટે પ્રેમ છે. આગામી નવ-દસ દિવસ હું તમારા હૃદયની પીડા વહેંચવા આવ્યો છું.
જમ્મુ-કાશ્મીરની ધરતી પર પહોંચવાની ખુશી વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજે, જમ્મુ અને કાશ્મીર પહોંચીને ખૂબ આનંદ થાય છે કારણ કે હું મારા ઘરે પાછો જઈ રહ્યો છું, જ્યાં મારા પૂર્વજોના મૂળ છે. હું મારી જાતને, દરેક પ્રદેશને, મારા દેશને શીખી અને સમજી રહ્યો છું.’
आज, जम्मू-कश्मीर पहुंचने की बहुत खुशी है, क्योंकि अपने घर जा रहा हूं, जहां से मेरे पूर्वजों की जड़ें जुड़ी हैं।
और, सीखता समझता जा रहा हूं, खुद को, हर प्रदेश को, अपने देश को। pic.twitter.com/Q0RJaw005r
— Rahul Gandhi (@RahulGandhi) January 19, 2023
“>
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 26 જાન્યુઆરી સુધી જમ્મુના અલગ અલગ જિલ્લામાંથી પસાર થશે. જેને લઈને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આતંકવાદી ખતરાની આશંકાને ધ્યાનમાં રાખીને રાહુલ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.