Homeટોપ ન્યૂઝબોલો, 'ભારત જોડો યાત્રા' ત્રીજા દિવસે જ બંધ કરવી પડી હોત...,

બોલો, ‘ભારત જોડો યાત્રા’ ત્રીજા દિવસે જ બંધ કરવી પડી હોત…,

જાણો શું હતું કારણ?

નવી દિલ્હી: ‘ભારત જોડો યાત્રાના સમાપન પછી પણ હજુ એની સફળતા અને નિષ્ફળતા અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે આ કારણસર ત્રીજા દિવસે જ ‘ભારત જોડો યાત્રા’નું સમાપન થઈ ગયું હોય પણ ભગવાનની કૃપા થઈ.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કેપીસીસીનાં મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સમગ્ર યાત્રાના જાણીતા કિસ્સા અંગે ખુલાસો કર્યો હતો.
વેણુગોપાલે કહ્યું હતું કે રાહુલ ગાંધીની પીડા જોઈને તેમને પ્રિયંકા ગાંધીને કહેવાની ફરજ પડી કે તેમના ભાઈ ભારે પીડાને કારણે દેશવ્યાપી પદયાત્રા છોડી રહ્યા છે અને યાત્રાની કમાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને સોંપી શકે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ તેમની ભારત જોડો યાત્રા સમાપ્ત કરી હતી, પણ કોંગ્રેસના નેતા શરૂઆતના દિવસોમાં જ યાત્રાને રદ કરવા માંગતા હતા. એટલું જ નહીં, રાહુલ ગાંધી એ પણ વિચારી રહ્યા હતા કે શું તેમણે આ યાત્રા પૂર્ણ કરવાની જવાબદારી કોઈ બીજાને સોંપવી જોઈએ એમ વેણુગોપાલે જણાવ્યું હતું.
રાહુલ ગાંધીના વિશ્વાસની પ્રશંસા કરતા વેણુગોપાલે વધુમાં કહ્યું હતું કે વાસ્તવમાં ‘ભારત જોડો યાત્રા’ના શરૂઆતના દિવસોમાં રાહુલ ગાંધીને ઘૂંટણમાં ગંભીર દુખાવાનો સામનો કરવાની નોબત આવી હતી, જેથી ‘ભારત જોડો યાત્રા’ કોગ્રેસના અન્ય નેતાને તેનું સુકાન સોંપવાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની વેદના જોઈને મારે પ્રિયંકા ગાંધીને કહેવાની ફરજ પડી કે તેમના ભાઈ ભારે પીડાને કારણે દેશવ્યાપી પદયાત્રા છોડી રહ્યા છે અને યાત્રાની કમાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને સોંપી શકે છે.
કેસી વેણુગોપાલે કેરળના ભારત જોડો યાત્રીઓના સન્માન માટે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કન્યાકુમારીથી યાત્રા શરૂ થયાના ત્રીજા દિવસે જ્યારે યાત્રા કેરળમાં પ્રવેશી રહી હતી ત્યારે રાહુલ ગાંધીના ઘૂંટણનો દુખાવો વધી ગયો હતો. એક રાત્રે મને તેમને તેના ઘૂંટણની પીડા વિશે જણાવવા માટે બોલાવ્યો. એમ પણ કહ્યું કે તેમની જગ્યાએ આ યાત્રાની જવાબદારી અન્ય કોઈએ લેવી જોઈએ, પરંતુ યાત્રા બંધ ન થવી જોઈએ. યાત્રા પુરી કરવાનો અનુરોધ કર્યો હતો.
અલબત્ત, તામિલનાડુમાં કન્યાકુમારીથી શરૂ થયેલી સાતમી સપ્ટેમ્બર, 2022ના રોજ કેરળમાં યાત્રાના પ્રવેશ દરમિયાન બનેલી ઘટનાઓના ક્રમનો ઉલ્લેખ કરતા કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધી વિનાની યાત્રા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ માટે શક્ય જ લાગતી નહોતી.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવે કહ્યું કે આ પછી પ્રિયંકા ગાંધીએ ફોન કરીને રાહુલ ગાંધીના ઘૂંટણના દુખાવાની ગંભીરતા વિશે જણાવ્યુ. તેમણે “ભારત જોડો યાત્રા” અન્ય વરિષ્ઠ નેતાઓને સોંપવાનું સૂચન કરવાનું પણ વિચાર્યું. તેમણે આ અંગે સૂચનો પણ આપવા જણાવ્યું હતું. પરંતુ રાહુલ ગાંધી દ્વારા ભલામણ કરાયેલ ફિઝિયોથેરાપિસ્ટ તેમની મેડિકલ ટીમમાં જોડાયા અને તેમની સારવાર કરવામાં આવી હતી. વેણુગોપાલે સમારંભમાં કહ્યું કે ભગવાનની કૃપાથી તેમનાં દુઃખવામાં રાહત થઈ હતી.
જોકે રાહુલની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા દસમી સપ્ટેમ્બરે કેરળમાં પ્રવેશી હતી અને વિવિધ રાજ્યમાં ૧૯ દિવસ સુધી પ્રવાસ કરવામાં આવ્યો હતો, જ્યારે કાશ્મીરમાં ૩૦મી જાન્યુઆરીએ ભારત જોડો યાત્રાનું સમાપન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -