કોંગ્રેસની ભારત જોડો યાત્રા રાજસ્થાનના અલવર જિલ્લામાં પહોંચી છે ત્યારે જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપવાળા પૂછે છે કે રાહુલ ગાંધી આ યાત્રામાં શું કરે છે? તો તેના મેં કહ્યું નફરત કે બાઝાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહા હું મૈ. તમારી દુકાન નફરતની છે મારી પ્રેમની. તમે પણ આ બજારમાં મોહબ્બતની દુકાન ખોલો. મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોસ, સરદાર પટેલ, આંબેડકર જેવા મહાનુભવોએ નફરતની બજારમાં પ્રેમની દુકાનો ખોલી હતી, કારણ કે આપણો દેશ એ મોહબ્બતનો દેશ છે, નફરતનો નહીં.