તમિલનાડુના કન્યાકુમારીથી નીકળેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આજે શનિવારે સવારે હરિયાણાની બદરપુર બોર્ડર ઓળંગી રાજધાની દિલ્હીમાં પ્રવેશી છે. યાત્રામાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ જોડાયા છે. કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ યાત્રા માટે આવતા કાર્યકરોને માસ્ક પહેરવાનું કહ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, મોંઘવારી હટાવો, બેરોજગારી હટાવો. નફરત ન ફેલાવો – અમે ભારતનો આ અવાજ લઈને દિલ્હી આવ્યા છીએ. આ અવાજને બુલંદ કરવા દિલ્હીમાં અમારી સાથે જોડાઓ
महंगाई हटाओ। बेरोज़गारी मिटाओ। नफ़रत मत फैलाओ – हिंदुस्तान की ये आवाज़ ‘राजा’ के सिंघासन तक ले कर, दिल्ली आ गए हम।
आइये, इसे और बुलंद करने के लिए, हमसे राजधानी में जुड़िए। pic.twitter.com/XSGlmO5iHL
— Rahul Gandhi (@RahulGandhi) December 23, 2022
“>
આજે સાંજે 4 વાગ્યાની આસપાસ યાત્રા લાલ કિલ્લા પહોંચશે. લાલ કિલ્લાથી રાહુલ ગાંધી અને કેટલાક યાત્રીઓ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે. શાંતિ વનમાં નેહરુની સમાધિએ પણ નમન કરશે. ત્યારબાદ 9 દિવસનો વિરામ લેવામાં આવશે અને 3 જાન્યુઆરીથી યાત્રા ફરી શરૂ થશે.
દિલ્હીમાં રાહુલ ગાંધીનો કાફલો ઈન્ડિયા ગેટ પાસેથી પણ પસાર થશે. યાત્રા દિલ્હીના સાત સંસદીય મતવિસ્તારોમાંથી પસાર થશે. કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ, કલાકારો, ખેલાડીઓ, યુવાનોની સાથે તમામ વર્ગ અને સમુદાયના લોકો તથા પાર્ટીના હજારો કાર્યકરો પણ આ યાત્રામાં ભાગ લેશે.
કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે ભારત જોડો યાત્રા વિશે કહ્યું કે, 26 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી ‘હાથ સે હાથ જોડો અભિયાન’ ચલાવવામાં આવશે, જે દરેક બૂથ અને બ્લોક સુધી ભારત જોડોનો સંદેશ લઈ જશે. ભારત જોડો યાત્રા એ ચૂંટણી યાત્રા નથી પરંતુ વિચારધારા આધારિત યાત્રા છે.