કોંગ્રેસની ભારત જોડો યાત્રા 9 રાજ્યોમાંથી પસાર થઇ દેશની રાજધાની દિલ્હી પહોંચી ચુકી છે. શનિવારે લાલ કિલ્લા પહોંચ્યા બાદ યાત્રાએ એક સપ્તાહનો વિરામ લીધો છે, નવા વર્ષમાં 3 જાન્યુઆરીથી યાત્રા ફરી શરૂ થશે. આજે સોમવારે સવારે રાહુલ ગાંધીએ સવારે મહાત્મા ગાંધી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી બાજપાઈના સમાધિ સ્મારકોની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે રાહુલ ગાંધી ટી-શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યા હતા અને ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ આજે સવારે દેશના પૂર્વ વડાપ્રધાનો અને મહાત્મા ગાંધીની સમાધિઓ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીએ અગાઉ 24 ડિસેમ્બર શનિવારે સાંજે દેશના પૂર્વ વડાપ્રધાનોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કર્યું હતું. બાદમાં આ કાર્યક્રમ બદલીને સોમવાર સવાર માટે નક્કી કરવામાં આવ્યો હતો.
कड़कड़ाती सर्दी में @RahulGandhi जी उसी अंदाज में एक टी-शर्ट पर महापुरुषों के समाधि स्थल पहुंचे । pic.twitter.com/6vhRqQykHj
— Vidya Kant Pandey (@VidyakantPande4) December 26, 2022
“>
રાહુલ ગાંધી આજે સવારે મહાત્મા ગાંધીના સમાધિ સ્મારક રાજઘાટ પહોંચ્યા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યાર બાદ તેઓએ શાંતિ વન પહોંચીને દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને ‘શક્તિ સ્થળ’ પર અને પૂર્વ પીએમ રાજીવ ગાંધી અને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને વીર ભૂમિ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી.
भारत की पूर्व प्रधान मंत्री श्रीमती इंदिरा गांधी जी की समाधि शक्तिस्थल पर श्री Rahul Gandhi जी ने श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/1NJdbmiVoj
— ARIF SHAIKH 43 (@ArifShaikh48) December 26, 2022
“>
રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્મારક ‘સદૈવ અટલ’ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગઈકાલે 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ હતી.