કન્યાકુમારીથી નીકળેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા રાજસ્થાન પહોંચી ચુકી છે. આ યાત્રાને કારણે રાહુલ ગાંધી ચર્ચામાં રહે છે. મંગળવારે સવારે રાહુલે પોતાની યાત્રાની શરૂઆત રસપ્રદ રીતે કરી હતી. ભારત જોડો યાત્રાની એક ઝલક મેળવવા માટે, ઝાલાવાડ ભાજપ કાર્યાલયની છત પર ઘણા લોકો એકઠા થયા હતા, રાહુલ ગાંધીએ તેમને ફ્લાઇંગ કિસ આપી હતી. આમ રાહુલ ગાંધીએ વિરોધી પાર્ટીને પ્રેમનો સંદેશ પાઠવ્યો હતો.
नफ़रत का जवाब सिर्फ़ मोहब्बत है !!❤️🔥💗
ये तस्वीर देखिये..👇🏻 pic.twitter.com/IHkagK97xW— Rajasthan Youth Congress (@Rajasthan_PYC) December 6, 2022
“>
આજે રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાનો બીજો દિવસ છે. ઝાલાવાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી સવારે 6 કલાકે યાત્રા શરૂ થઈ હતી. ઝાલાવાડમાં આજે યાત્રાનો છેલ્લો દિવસ છે. આ પછી ભારત જોડો યાત્રા રાજ્યના કોટા જિલ્લામાં પ્રવેશ કરશે.
એક દિવસ પહેલા જ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે તેઓ ‘જય સિયારામ’ અને ‘હે રામ’ના નારા કેમ નથી લગાવતા.
રાહુલ ગાંધીની સાથે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરા, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ, અનેક મંત્રીઓ અને વિધાનસભ્યો પણ હાજર છે.