બોલીવૂડ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરનારી સલમાન ખાનની હીરોઈન સુમન ઉર્ફે ભાગ્યશ્રી હંમેશા જ પોતાની ગ્લેમરને કારણે ચર્ચામાં રહે છે. 53 વર્ષેય ભાગ્યશ્રી 30 વર્ષની દેખાય છે અને આજની આપણી બર્થડે ગર્લ પણ છે.
સુંદરતાના મામલામાં આજની હીરોઈનોને માત આપનારી ભાગ્યશ્રીની પર્સનલ લાઈફ વિશે વાત કરવાની થાય તો તેણે ડેબ્યુ ફિલ્મની શૂટિંગ દરમિયાન જ ઘરવાળાઓની વિરુદ્ધ જઈને તેના બોયફ્રેન્ડ અને પિત હિમાલય દાસાણી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીની આશિકીની હવા પહેલાંથી જ લાગી ગઈ હતી અને સ્કુલ ડેઝથી જ તે હિમાલયના પ્રેમમાં પડી ગઈ હતી.
હિમાલય અને ભાગ્યશ્રીની મુલાકાત શાળામાં થઈ હતી અને બંને એક જ ક્લાસમાં ભણતાં હતા. એ સમયે ભાગ્યશ્રી ક્લાસ મોનિટર હતી અને બંને વચ્ચે હંમેશા લડાઈ અને ઝઘડા થતા રહેતાં હતા. જોકે, સ્કુલ ડેઝમાં બંનેમાંથી કોઈએ એકબીજાને પોતાની લાગણી વિશે જણાવ્યું નહોતું પણ મનમાં ક્યાંકને ક્યાંક સોફ્ટ કોર્નર હતો.
ભાગ્યશ્રી હિમાલયના પ્રપોઝલની રાહ જોઈ રહી હતી, પરંતુ હિમાલય ડરને કારણે કંઈ કહી જ નહોતા શકતા એ જોતા ભાગ્યશ્રીએ જ સામે ચાલીને કહી દીધું કે તારે જે બોલવું હોય એ બોલીદે જવાબ પોઝિટિવ જ હશે. બસ ભાગ્યશ્રીની આ પહેલે હિમાલયને હિંમત આપી અને દિલની વાત કહી દીધી. ફેમિલી આ લગ્નની વિરુદ્ધ હતી. પરંતુ કપલે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું એટલે ઘરેથી ભાગી જઈને તેમણે લગ્ન કરી લીધા હતા.
હાલમાં ભાગ્યશ્રી અને હિમાલયને બે સંતાન છે. લગ્ન બાદ ભાગ્યશ્રી લાઈમલાઈટ અને ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી, પરંતુ હવે તે ઈવેન્ટ્સ અને શોઝમાં દેખાઈ રહી છે. હેપ્પી બર્થડે સુમન ઉપ્સસ ભાગ્યશ્રી, તુમ જિયો હઝારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર…