દેશભરમાં યુવાનોમાં આઇપીએલની મેચનો ક્રેઝ ચરમસીમાએ છે. આઇપીએલની રોજેરોજની મેચો રસાકસીથી ભરપૂર હોય છે. બુધવારે મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મોહાલીના એસ. બિન્દ્રા સ્ટેડિયમમાં ચાલતી મેચ જોવા માટે એક ક્યુટ કપલે એન્ટ્રી મારી હતી, જેને જોઇને સ્ટેડિયમના લોકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને સ્ટેડિયમમાં ‘ભાભી ઝિંદાબાદ’ના નારા લાગવા માંડ્યા હતા. આ ક્યુટ કપલ એટલે બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા.
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. ભલે બંનેએ મીડિયા સામે પોતાના સંબંધો વિશે ખુલીને કશું કહ્યું નથી, પરંતુ આ કપલ ઘણીવાર સાથે સમય વિતાવતા જોવા મળે છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા તાજેતરમાં જ લગ્નના સમાચાર વચ્ચે IPLની મેચ જોવા માટે મોહાલીના સ્ટેડિયમ પહોંચ્યા હતા. બંને પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ એકસાથે માણતા જોવા મળ્યા હતા. પરિણીતી અને રાઘવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વાઇરલ વીડિયોમાં રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બંને બ્લેક આઉટફિટમાં જોડિયા જોવા મળે છે. બંને પોતાની ટીમના અન્ય લોકો સાથે ઉભા છે. તે જ સમયે, વીડિયોમાં, ચાહકો ‘પરિણીતી ભાભી ઝિંદાબાદ’ ના નારા લગાવતા જોવા મળે છે.
નોંધનીય છે કે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચાર આજકાલ ભારે ચર્ચામાં છે. આધારભૂત સૂત્રો જણાવે છે કે બંને જલ્દી લગ્ન કરી શકે છે. જો કે, લગ્નના સવાલ પર પરિણીતી અને રાઘવ બંને મીડિયાની સામે ચુપકીદી સાધી લે છે. જોકે, તેઓ આ વાતને નકારતા નથી.