Homeફિલ્મી ફંડાસિદ્ધાર્થ શુક્લાથી લઈને નિતેશ પાંડે સુધીઃ આ સેલેબ્સના દિલે આપ્યો દગો

સિદ્ધાર્થ શુક્લાથી લઈને નિતેશ પાંડે સુધીઃ આ સેલેબ્સના દિલે આપ્યો દગો

આજે અનુપમા ફેમ એક્ટર નિતેશ પાંડેનું કાર્ડિયાત અરેસ્ટને કારણે 51 વર્ષની નિધન થયું હતું. જોકે, નિતેશ એક માત્ર એવો સેલિબ્રિટી નથી કે જેના હાર્ટે તેને ધોખો આપી દીધો હોય.

આ પહેલાં પણ ટીવી અને બોલિવૂડની દુનિયામાં એવા અનેક સેલિબ્રિટીઝ છે કે જેમણે હાર્ટ એટેકના કારણે ખૂબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. ફેમસ ટીવી સીરિયલ ‘અનુપમા’ ફેમ નિતેશ પાંડેએ 51 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. અહેવાલો અનુસાર, અચાનક હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું.

આવો જાણીએ આવા બીજા કલાકારો વિશે-

સતીશ કૌશિક
કાર્ડિયાક એરેસ્ટના કારણે દુનિયાના અલવિદા કહેનારા એક્ટરની વાત થતી હોય તો તેમા મિસ્ટર ઈન્ડિયાના કેલેન્ડરનું નામ પહેલાં જ આવે. એક્ટર અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકે 9મી માર્ચ 2023ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. કાર્ડિયાક અરેસ્ટને કારણે 66 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. સતીશ કૌશિકે ‘રામ લખન’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘છત્રીવાલી’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

સુરેખા સિકરી

 ‘બાલિકા વધૂ’માં કલ્યાણીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા સુરેખા સીકરીનું પણ હાર્ટ બંધ પડી જવાને કારણે અવસાન થયું હતું. જોકે તેઓ લાંબા સમયથી બીમાર પણ હતા, ત્યાર બાદ 16મી જુલાઈ 2021ના રોજ તેમનું અવસાન થયું હતું.

રાજુ શ્રીવાસ્તવ

પોતાની ઓનટાઈમ કોમેડીથી લોકોને હસાવીને તેમના દિલનું દર્દ ઓછું કરનાર રાજુ શ્રીવાસ્ત ખુદ દિલના દર્દને કારણે આ ફાની દુનિયાની અલવિદા કહી ગયા હતા એને વિધિની વક્રતા જ કહી શકાય. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. 21મી સપ્ટેમ્બરના દિવસે તેમણે દિલ્હીની એઈમ્સમાં 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

કેકે

બોલીવૂડના લોકપ્રિય સિંગરગાયક કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કેકેનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કેકે લાંબા સમયથી હૃદય સંબંધિત બિમારીઓ સામે લડી રહ્યા હતા. એક કોન્સર્ટ દરમિયાન તેમની તબિયત બગડી અને તેમણે 53 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની સાથે સાથે જ બોલીવૂડને પણ ખૂબ મોટી ખોટ પડી હતી.

સિદ્ધાર્થ શુક્લા

‘બિગ બોસ 13’ના વિજેતા અને ટીવી સિરિયલ ‘બાલિકા વધૂ’ ફેમ સિદ્ધાર્થ શુક્લાનું પણ બીજી સપ્ટેમ્બર 2022ના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું. માત્ર 40 વર્ષની ઉંમરે સિદ્ધાર્થે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેના નિધનના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -