મુંબઇ: સેન્સેક્સ શુક્રવારે ગઈ કાલના ૫૮,૯૦૯.૩૫ના બંધથી ૮૯૯.૬૨ પોઈન્ટ્સ (૧.૫૩ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૫૯,૨૪૧.૨૦ ખૂલી, ઉપરમાં ૫૯,૯૬૭.૦૪ સુધી, નીચામાં ૫૯,૨૩૧.૫૮ સુધી જઈ અંતે ૫૯,૮૦૮.૯૭ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સની ૨૬ કંપનીઓ વધી અને ચાર કંપનીઓ ઘટી હતી. શુક્રવારના સત્રમાં માર્કેટ કેપ રૂ. ૨૬૩.૪૨ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૫૯.૯૯ લાખ કરોડના સ્તરે હતું, આમ માર્કેટ કેપમાં કુલ રૂ. ૩.૪૩ લાખ કરોડનો વધારો નોંધાયો છે.
સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ૫.૧૧ ટકા, ભારતી એરટેલ ૩.૩૦ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૨૬ ટકા, આઈટીસી ૨.૪૨ ટકા અને ટાટા સ્ટીલ ૨.૨૦ ટકા વધ્યો હતો, જ્યારે ટેક મહિન્દ્રા ૨.૧૯ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૪ ટકા, નેસલે ઈન્ડિયા ૦.૧૭ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૦.૧૬ ટકા ઘટ્યો હતા. પર્યાવરણ જાગરુકતાના ભાગરૂપે એચડીએફસી બેન્કે વૃક્ષારોપણ ઝૂંબેશ માટે મુંબઇ સબર્બની ઓફિસ ઓફ કલેકટર્સ સાથે સમજૂતી કરાર કર્યા છે, જેના અંતર્ગત તે ત્રણ લાખ વૃક્ષોની વાવણી કરશે. કોઇપણ કોર્પોરેટ હાઉસ દ્વારા હાથ ધરાયેલી કદાચ આ સૌથી મોટી પહેલ બની રહેશે. આ સત્રમાં બધા ગ્રુપની કુલ ૧૮ કંપનીઓમાં ૧૫ કંપનીઓને ઉપલી અને ત્રણ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૧.૫૬ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૪૬ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૫૮ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૬૮ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૧.૩૯ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૨૯ ટકા, બીએસઈ ઓલ કેપ ૧.૨૯ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૧.૫૪ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૧.૨૯ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૬૩ ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોટિડીઝ ૧.૬૯ ટકા, કન્ઝ્યુમર ડ્રિસ્ક્રીશનરી ૦.૪૮ ટકા, એનર્જી ૧.૨૬ ટકા, એફએમસીજી ૧.૨૬ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૭૬ ટકા, હેલ્થકેર ૦.૧૧ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૭૬ ટકા, આઈટી ૦.૩૬ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૨૫ ટકા, યુટિલિટીઝ ૧.૮૪ ટકા, ઓટો ૦.૩૭ ટકા, બેન્કેક્સ ૨.૧૩ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૬૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯૪ ટકા, મેટલ ૧.૫૪ ટકા, ઓઈલ એેન્ડ ગેસ ૧.૦૯ ટકા, પાવર ૧.૬૦ ટકા, રિયલ્ટી ૧.૩૯ ટકા, ટેક ૦.૮૧ ટકા અને સર્વિસીસ ૩.૧૭ ટકા વધ્યા હતા.