(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં આજે ૭૦૦ પોઇન્ટ સુધીનો જે ધબડકો બોલાયો તેની પાછળ વિશ્વ બજાર અને ખાસ તો અમેરિકાની બજારની પડતી કારણભૂત છે. બજારના સાધનો અનુસાર એસવિબી ફાયનાન્શિયલ્સમાં ૬૦ ટકાના ક્રેશને કારણે યુએસ બજારોમાં વેચવાલી ઉભી થઈ હતી.

એસવિબી બેંક મુખ્યત્વે સ્ટાર્ટ અપને ભંડોળ આપે છે. બીજી તરફ વધતા વ્યાજ દરોથી લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થવાની ભીતી વચ્ચે બેંક શેરમાં વેચવાલી વધી હતી. અત્યારે તો સેન્સેકસ નીચી સપાટીથી સારો ઉપર આવ્યો છે અને બજારે ઘણો ઘટાડો પચાવી લીધો છે, પરંતુ માર્કેટ અસ્થિર જ રહેશે.