Homeવેપાર વાણિજ્યવિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૪૧૫નો અને ચાંદીમાં રૂ. ૧૮૯નો ઘટાડો

વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૪૧૫નો અને ચાંદીમાં રૂ. ૧૮૯નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વર્ષ ૨૦૨૨ના ત્રીજા ત્રિમાસિકગાળામાં અમેરિકન અર્થતંત્રમાં બજારની અપેક્ષા કરતાં ઝડપી સુધારો જોવા મળ્યો હોવાના નિર્દેશો અને બેરોજગારી ભથ્થુ મેળવનારાઓની સંખ્યામાં પણ અંદાજ કરતાં ઘટાડો જોવા મળતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલા ઘટીને ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યો હતો. તેમ છતાં વૈશ્ર્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૩થી ૪૧૫નો ઘટાડો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૮૯ ઘટી આવ્યા હતા.
આજે વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં હજુ સ્થાનિકમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪,૦૦૦ની ઉપર પ્રવર્તી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. આજે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૩ ઘટીને રૂ. ૫૪,૦૬૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૨૮૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહ્યું હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૧૮૯ના ઘટાડા સાથે રૂ. ૬૭,૪૧૬ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે અમેરિકાના જીડીપીના પ્રોત્સાહક ડેટા અને બેરોજગારોની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં ઓછો વધારો થવાથી સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૨ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૧૭૯૬.૪૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૧૮૦૪.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર (પીસીઈ) પર અને સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં કોવિડ-૧૯ની સ્થિતિ પર સ્થિર હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો.
એકંદરે અમેરિકાના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં ક્રિસમસની રજાઓને કારણે બજારમાં રોકડ પ્રવાહિતા ઓછી રહેવાને કારણે નજીકના ભવિષ્યમાં સોનામાં મોટી વધઘટ થાય તેવી શક્યતા નથી જણાતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -