અત્યારે બોલીવૂડમાં સૌથી વધુ ચર્ચાતું કોઈ કપલ હોય તો તે છે એક્ટ્રેસ પરિણીતી ચોપ્રા અને આપના નેતા રાઘવ ચઢ્ઢા. લાંબા સમયથી બંનેના અફેયરની અફવાઓનું બજાર ગરમ હતું. હવે આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે 13મી મે એટલે કે આવતીકાલે આ બંને જણ સગાઈ કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલમાં પરિણીતીના ઘરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક્ટ્રેસના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે.
લાઈટિંગથી શણગારવામાં આવેલું આ પરિણીતીનું ઘરનો વીડિયો ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને નેટિઝન્સને બંનેના લગ્નના સમાચારને કન્ફર્મ કરી રહ્યા છે. મળી રહેલાં અહેવાલો અનુસાર બંનેની રિંગ સેરેમની દિલ્હીમાં થશે અને આ માટે રાજકારણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ 150 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે.
છેલ્લાં કેટલાક મહિનાઓથી એક્ટ્રેસ પરિણીતી ચોપરા પ્રખ્યાત સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે અને સ્ટુડિયોમાં વારંવાર જોવા મળતી હતી અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અભિનેત્રી તેના ખાસ પ્રસંગ માટે મનીષ મલ્હોત્રા પાસેથી ડિઝાઇનર આઉટફિટ પહેરશે.
મળી રહેલાં રિપોર્ટ્સ અનુસાર, પરિણીતીએ આ પ્રસંગે મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરેલો ડ્રેસ જ પહેરવાનો નિર્ણય કર્યો છે. સગાઈના દિવસના આઉટફિટની ટ્રાયલ પણ કરવામાં આવી હતી. પોતાના આ બિગ ડે માટે પરિણીતી તેના લૂકને સરળ અને ભવ્ય રાખવા માંગતી હતી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ આ વર્ષના ઓક્ટોબર ના અંતમાં લગ્ન કરી શકે છે.
View this post on Instagram