દિલ્હીના કનોટ પ્લેસના કપૂરથલા હાઉસમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની ઈન્ગેજમેન્ટનું ફંક્શન ચાલી રહ્યું છે, મહેમાનોના આવવાના શરૂ થઈ ગયા છે અને મળી રહેલાં રિપોર્ટ્સ અનુસાર રિંગ સેરેમની છે પહેલા અરદાસ કરવામાં આવશે અને ત્યાર બાદ આ ફોર્માલિટી પૂરી કરવામાં આવશે.
આ સગાઈનો કાર્યક્રમ અનેક રીતે ખાસ છે, કારણ કે એમાં બોલીવુડથી લઈને રાજકારણની અનેક મોટી હસ્તીઓ હાજરી આપશે. લગભગ 150 મહેમાનો હાજરી આપી રહ્યા છે. મનીષ મલ્હોત્રા, પરિણીતી ચોપરા, ડેરેક ઓ’બ્રાયન, સંજીવ અરોરા અને વિક્રમજીત સાહની, કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી જેવી મોટી હસ્તીઓ પહોંચી છે. આ જ દરમિયાન રાઘવ ચઢ્ઢાનો પણ એક વીડિયો સામે આવી રહ્યો છે.
ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક રાઘવ અને પરિણીતીની સગાઈની તસવીરો અને વીડિયોની રાહ જોઈ રહ્યા છે. સગાઈ પહેલાં રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પોલીસ સુરક્ષા જોવા મળે છે. કેટલાક અન્ય લોકો પણ દેખાય છે. આ વીડિયોમાં રાઘવ ચઢ્ઢાની એક ઝલક પણ જોવા મળી રહી છે.
રાઘવ સફેદ કુર્તા-પાયજામા પહેરીને પાછળ ઉભો જોવા મળે છે અને હાથમાં કોફી મગ લઈને કંઈક પીતો જોવા મળે છે. જો તમે તેનો આ વીડિયો ધ્યાનથી જોશો તો તે કોઈને આવતા જોઈને હસતો જોવા મળે છે. તેના ચહેરા પર એક સુંદર સ્માઈલ જોવા મળી રહી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
તમારી જાણ માટે જ્યારે રાઘવે દિલ્હીના કપૂરથલા હાઉસને સ્થળ તરીકે પસંદ કર્યું હતું, ત્યારે તેણે તેની દુલ્હન માટે ખૂબ જ ખાસ રીંગ પણ પસંદ કરી છે. આ રીંગની કિંમત 6 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને જણ પહેલી વખત માર્ચમાં ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા તેના લગભગ 2 મહિના પછી બંનેની સગાઈ થઈ રહી છે. કપૂરથલા હાઉસમાંથી પ્રિયંકા ચોપરાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રિયંકા થોડા સમય પહેલા જ સ્થળ પર પહોંચી છે. પ્રિયંકા પણ બહેનની આ સગાઈમાં હાજરી આપવા માટે આજે જ અમેરિકાથી ભારત આવી છે.
View this post on Instagram