અનિશ્વિતતાઓથી ભરપૂર આ દુનિયામાં આપણી ગેરહાજરીમાં આપણા પરિવારજોની સુરક્ષિતતાની ખાતરી આપણા બધા જ રાખવાનું પસંદ કરીએ છીએ અને આ માટે જ લાઈફ ઈન્શ્યોરન્સ લેવામાં આવે છે. આ માટે તમે માસિક કે વાર્ષિક પ્રીમિયમ ચૂકવો છો અને એના બદલામાં ઈન્શ્યોરન્સ કંપની તમને એક ચોક્કસ સમય મર્યાદા બાદ તમને અથવા તમારા નિધન બાદ પરિવારજનોને એક નિશ્ચિત રકમનું સુરક્ષા કવર પૂરું પાડે છે.
તમારી ગેરહાજરીમાં તમારા પ્રિયજનો માટે લાઈફ ઈન્શ્યોરન્સ જીવન જીવવાનું એક મહત્ત્વનું સાધન બની શકે છે. ટૂંકમાં બીજા શબ્દોમાં કહેવાનું થાય તો આ એક બચતના રૂપમાં કામ કરે છે, તમને વૃદ્ધાવસ્થામાં નાણાંકીય સ્વતંત્રતા આપે છે અને વર્તમાન સમયમાં તમને ટેક્સમાં રાહત આપવાનું કામ પણ કરે છે. જીવન વીમામાં રોકાણ કરવાના અનેક કારણ છે. પરંતુ તમારા માટે સારી યોજનાઓ નક્કી કરતા પહેલા એકવાર કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને એ વિશે જ આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ-
સૌથી પહેલાં જીવન વીમા કવરેજ માટે સૌથી પહેલા તો એ જોવું જોઈએ કે, જો તમારું આકસ્મિત મૃત્યુ થાય તો તમારા પરિવારને કેટલા પૈસાની જરૂર પડશે અને એવું કરવાનો સૌથી સારો ઉપાય એવો છે કે, તમારે તેનો હિસાબ કરીને એ હિસાબના આધારે જ ઈન્સ્યોરન્સ કવરેજ લેવાનું વધારે યોગ્ય રહેશે.
હવે એક વખત જ્યારે તમને ખ્યાલ આવી જાય કે તમારે કેટલા કવરેજની જરૂર છે અને એ જાણવું પણ મહત્વનું છે કે, આખરે ઉંમરના કયા પડાવ પર તમને એની જરૂર પડી શકે છે. કાર્યકાળ બહુ ઓછો ન હોવો જોઈએ, કારણ કે પોલિસી અને નાણાંકીય જવાબદારીઓ પૂરી થાય પહેલા જ સમાપ્ત થઈ જાય છે. સાથે જ કાર્યકાળ બહુ લાંબો નહીં હોવો જોઈએ. વધુ અવધિના વીમાનું પ્રીમિયમ વધારે હશે.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. ઈન્શ્યોરન્સ પોલીસી તમને વધારાના વિકલ્પો કે જેને આપણે ટોપ-અપ તરીકે ઓળખીએ છીએ એ આપવામાં આવે છે. પરંતુ આ વિકલ્પોની પસંદગી તમારે ખૂબ જ વિચારીને કરવી જોઈએ, કારણ કે તેના માટે તમારે વધારાના પૈસા ચૂકવવા પડે છે. પરિણામે આ ટોપ અપની જરૂર હોય તો જ તમારે એ લેવું જોઈએ.