સારા ફોટોગ્રાફર બનવું અને ફોટોગ્રાફી કરવી એ એટલું અઘરું પણ નથી…
આજકાલ દરેક ઈવેન્ટને કેમેરામાં કેદ કરવાનો જમાનો છે. જ્યારે પણ પરિવારમાં કોઈ મહત્ત્વનો પ્રસંગ ઇવેન્ટ કે પ્રસંગ હોય ત્યારે તમને લોકો સારી ફોટોગ્રાફી કરવા માટે કહેતા હશે, પરંતુ ઘણીવાર સારી ફોટોગ્રાફી થઇ શકતી નથી, કેમ કે ફોનથી કરવામાં આવેલી ફોટોગ્રાફીમાં કોઈ કોઈ વખત લોચા પડી જાય છે. જો તમે પણ તમારા મોબાઇલ ફોનથી જ સરસ ફોટોગ્રાફી કરવા માંગતા હોય તો એ કરી શકો છો. બસ મા માટે તમારે કેટલીક સિમ્પલ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ. ફોટોગ્રાફીની આ ખાસ ટિપ્સ અને ટ્રિક્સથી તમે તમારા સસ્તા સ્માર્ટફોનથી પણ મોંઘા કેમેરા જેવી સારી તસવીર ક્લિક કરી શકો છો.
ફ્રેમિંગ છે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ
તમે જે પણ ઓબ્જેક્ટ કે સબ્જેક્ટનો ફોટો લઈ ક્લિક કરી રહ્યા છે, તેને પુરેપુરી રીતે ફ્રેમમાં રાખો. એટલે કે ઑબ્જેક્ટ ફ્રેમમાં સારી રીતે આવવું જોઈએ અને ગેપ ખૂબ જ ઓછો હોવો જોઈએ. કેમેરાની હાઇટ અને એન્ગલનું પણ વિશેષ ધ્યાન રાખો.
લાઈટિંગ ભી હૈ ઝરૂરી
ફ્રેમ બાદ સારા ફોટો માટે લાઈટ પણ ખૂબ જ મહત્ત્વની છે. જો લાઇટિંગ બરાબર ન હોય તો સબ્જેક્ટ ડાર્ક દેખાશે અને ફોટો સારો નહીં આવે. એટલા માટે લાઇટિંગનું ધ્યાન રાખો અને એવા એંગલથી ફોટા ક્લિક કરો કે જ્યાંથી ફોટો બ્રાઇટ અને ક્લિયર આવે. જો તમને લાઇટિંગની બાબતમાં ખાસ કંઈ ગતામગમ નથી પડતી તો દરેક એન્ગલથી ફોટો ક્લિક કરો અને બેસ્ટ હોય એ ફોટો સેવ કરી લો.
બંને હાથનો કરો ઉપયોગ
સારો ફોટો ખેંચવા માટે હંમેશાં બે હાથનો ઉપયોગ કરો, જેથી ફોન પર તમારી પકડ મજબૂત રહે, અને તમે સબ્જેક્ટને આરામથી કેપ્ચર કરી શકો. આ ઉપરાંત ફોટોના એંગલને યૂનિક બનાવવાનો પ્રયાસ કરો, જેથી તે અન્ય લોકોથી હટકે લાગે.
ઝૂમ ઈન ઝૂમ આઉટનું ખાસ ધ્યાન રાખો
ફોટો લેવા માટે થોડો ઝૂમનો પણ યૂઝ કરી લો, જો જરૂરી હોય તો ખુદ સબ્જેક્ટની નજીક જાઓ. ડિજિટલ ઝૂમ સાથે ફોટોનું રિઝૉલ્યૂશન બગડવા લાગે છે અને સસ્તા ફોનમાં ડિજિટલ ઝૂમ બહુ સારું નથી હોતું.
અલગ અલગ મોડ્સનો ઉપયોગ કરો
આ સિવાય મહત્ત્વની વાત એટલે સ્માર્ટફોનમાં આપવામાં આવેલા અલગ અલગ મૉડ્સનો પણ યૂઝ કરો, જેથી ફોટા વધુ સારો આવે. મોબાઈલ ફોનમાં પૉટ્રેટ, નાઈટ, પ્રૉ અને સ્લૉ-મો વગેરે જેવા ઘણાબધા ઓપ્શન મળે છે, જેની મદદથી તમે સારી રીતે ફોટોગ્રાફી કરી શકો છો