દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેઓ ભવિષ્યવેત્તા કે જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ નથી રાખતા, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે કરોડો લોકો દુનિયામાં એવા પણ છે કે જેઓ પોતાના દિવસની શરૂઆત જ હોરોસ્કોપ વાંચીને કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર, રાશિ ચિહ્ન, હસ્ત રેખાઓનો અભ્યાસ વગેરે કેટલીક એવી માન્યતાઓ છે કે જેનો વિજ્ઞાને અસ્વીકાર કર્યો છે અને ઘણા લોકો એ વાતથી સહમત છે કે આનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પરંતુ બોસ અમે અહીંયા આજે કંઈક એવું જણાવવા જઈ રહ્યા છીએ કે જે વાંચીને તમે પણ ચોંકી જશો. હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં એવા વિચિત્ર ખુલાસાઓ થયા છે કે તમારી આંખો પહોળી થઈ જશે.
આ સર્વેમાં ફોર્બ્સના 2022ના અબજોપતિની યાદીમાં ટોપ પર રહેલાં 300 જેટલા ઉદ્યોગપતિઓની જન્મતારીખનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ સર્વે અનુસાર દુનિયાની અમીર રાશિઓમાં તુલા રાશિ અન્ય રાશીઓની સરખામણીએ સૌથી વધુ કોમન છે. ટેરો રાશિમાં તુલા રાશિ 22મી સપ્ટેમ્બરથી 23મી ઓક્ટોબર વચ્ચે જન્મેલા વ્યક્તિઓની હોય છે. સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું હતું કે દુનિયાના 32 સૌથી વધુ ધનવાન લોકો તુલા રાશિના છે.
આવો જોઈએ તમારી રાશિ પ્રમાણે કે તમારા ધનવાન બનવાના કેટલા ટકા ચાન્સીસ છે.
તુલા (23 સપ્ટેમ્બર-22 ઓક્ટોબર) 12 ટકા
મીન (19 ફેબ્રુઆરી- 20 માર્ચ) 11 ટકા
વૃષભ (20 એપ્રિલ-20 મે) 10 ટકા
સિંહ (23મી જુલાઈ-2 ઓગસ્ટ) 9 ટકા
મેષ (21મી માર્ચ-19 એપ્રિલ) 8 ટકા
કન્યા (23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર) 8 ટકા
મિથુન (21 મે-20 જૂન) 8 ટકા
કુંભ (20 જાન્યુઆરી-12 જાન્યુઆરી) 7.5 ટકા
કર્ક (23 જુલાઈ-22 ઓગસ્ટ) 7.5 ટકા
ધનુ (22 નવેમ્બર-21 ડિસેમ્બર) 7.5 ટકા
વૃશ્ચિક (23 ઓક્ટોબર-21 નવેમ્બર) 6 ટકા
મકર (22 ડિસેમ્બર-10 જાન્યુઆરી) 5.5 ટકા