Homeદેશ વિદેશઆ રાશિના લોકો થઇ જાવ સાવધાન...

આ રાશિના લોકો થઇ જાવ સાવધાન…

શનિ-રાહુ યુતિના કારણે 17 ઓક્ટોબર સુધી આવશે અનેક પડકાર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને કર્મના ફળના દાતા કહેવામાં આવે છે. 15 માર્ચ ના રોજ શનિએ શતભિષા નક્ષત્રમાં અને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. આ નક્ષત્ર પર રાહુનું આધિપત્ય રહેતું હોય છે. એવામાં શનિ ગ્રહનો આ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી શનિ અને રાહુની યુતિ થઇ છે. શનિ અને રાહુની યુતિનો પ્રભાવ બધી જ રાશિના લોકો પર પડશે, પણ કેટલીક રાશિના લોકોએ વિશએષ સાવધાની રાખવી પડશે અને જીવન વ્યવહારના કાર્યો કરવા પડશે. તો આપણે જાણીએ કે 17 ઑક્ટોબર સુધી કઇ રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે.

કર્ક રાશિ
શનિદેવ કર્ક રાશિના લોકોના મનમાં મૂંઝવણ અને ઉથલપાથલ સર્જી શકે છે. આ દરમિયાન વિચાર્યા વગર કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનું ટાળો. અન્યથા નુકસાન સહન કરવું પડી શકે છે. સખત મહેનત પછી પણ તમને સફળતા નહીં મળે. તમારે ઘરના ખર્ચાઓને પહોંચી વળવા માટે ઉધારી પણ કરવી પડી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને અસર કરશે.

કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. સરકારી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. ખોટી રીતે કરેલી કમાણી પરત કરવાનો વારો આવશે. પ્રેમ સંબંધોમાં સાવધાનીથી ચાલવું સારું, નહિંતર સંબંધ તૂટી પણ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહો નહીંતર અકસ્માત થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો અહંકારના કારણે પરેશાન થઈ શકે છે. તેમનો જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચી શકે છે. તમારા પ્રિયજનોનો સાથ છોડશો નહીં. લોકો સાથે જીભાજોડી કે માથાકૂટમાં પડશો નહીં.

કુંભ રાશિ
શનિદેવે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવાને કારણે કુંભ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધવાની છે. આ સમય દરમિયાન તેમને કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે, જે તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લોકોએ પણ આ સમયગાળા દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. આ લોકોએ 17 ઓક્ટોબર સુધી કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -