ડાયેટિશિયન હોય કે આયુર્વેદાચાર્ય દરેક જણ આપણને સૂકો મેવો ખાવાની સલાહ આપે છે. અરે વજન ઘટાડવા માટે પણ સવારની શરૂઆત સૂકા મેવાથી કરવાની સલાહ અવારનવાર આપવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધો પણ ઇન્સ્ટન્ટ એનર્જી માટે હોંશે હોંશે ડ્રાયફ્રૂટ પણ ખાય છે. પરંતુ કોઇ ડ્રાયફ્રૂટને લઈને જેટલો કનફ્યુઝન નથી જોવા મળતું એટલું કનફ્યુઝન બદામને લઈને લોકોમાં જોવા મળે છે. દિવસમાં કેટલી બદામ ખાવી જોઇએ, બદામ ખાવી જોઈએ ભીંજવીને ખાવી કે પછી સૂકી જ ખાઈ લેવી જોઈએ, બદામ છાલ સાથે જ ખાવી જોઈએ કે છાલ કાઢીને ખાવી જોઈએ જેવા કેટલાય સવાલ આપણને બધાને સતાવતા હોય છે. બટ ડોન્ટ વરી આજે અમે તમારા આ બધા જ સવાલના જવાબ લઈને આવ્યા છીએ. બદામમાં પ્રોટીન, ફાઇબર, વિટામીન ઈ, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વો હોય છે. પણ બદામ છાલ સાથે ખાવી કે નહીં એ વિશે ખૂબ મતમતાંર જોવા મળે છે. તો તમારૂં કનફ્યુઝન દૂર કરીએ. બદામની છાલમાં ટેનિન નામનું તત્વ હોય છે. છાલ સાથે બદામ ખાવાને કારણે તેમાં રહેલાં પોષક તત્વને શોષાવવામાં અવરોધ ઊભો થાય છે. છાલ સાથે બદામ ખાવાથી શરીરને કોઈ ફાયદો થતો નથી. આ ઉપરાંત બદામની છાલ પચવામાં ખૂબ જાડી હોય છે. એટલે તમે પણ જો છાલ સાથે બદામ ખાતા હોવ તો આ રીતે બદામ ખાવાનું બંધ કરી દો, કારણ બદામથી તમારા શરીરને કોઈ ફાયદો નથી મળતો.